82 વર્ષના વૃદ્ધ એ પોતાનાથી 46 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન… યુવતીનું લગ્ન માટેનું કારણ જાણીને લાગશે આંચકો

કહેવાય છે કે દરેકના લગ્ન સ્વર્ગમાં નક્કી થઈ ગયા હોય છે અને ધરતી પર તેમની જોડી બને છે. પરંતુ કેટલાક લોકોના લગ્ન એવા હોય છે કે જેના વિશે જાણીને પણ આંચકો લાગી જાય. આજે તમને આવી જ એક જોડી વિશે જણાવીએ. આ નવા દંપતિ માં જેના લગ્ન થયા છે તે વરરાજાની ઉંમર 82 વર્ષની છે અને તેણે પોતાનાથી 46 વર્ષ નાની વિધવા યુવતિ સાથે લગ્ન કર્યા છે.

આ વીચિત્ર ઘટના બની છે ઉજ્જૈનમાં. અહીં એક 82 વર્ષીય નિવૃત્ત અધિકારીએ તેનાથી 46 વર્ષ નાની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા છે. 1999 માં તેઓ નોકરી માંથી નિવૃત્ત થયા અને પત્ની અને બાળકો ન હોવાથી તેઓ એકલા જીવન જીવી રહ્યા હતા.

બીજી તરફ 36 વર્ષીય વિભાજન છે તેના પતિનું પણ અવસાન થઈ ગયા બાદ તે છ વર્ષના બાળક સાથે એકલી જીવન પસાર કરી રહી હતી. બંને વચ્ચે મુલાકાત થયા પછી બંનેએ નક્કી કર્યું કે તે એકબીજા માટે સહારો બનશે.

ત્યાર પછી બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. જ્યારે આ વાત સ્થાનિકોને ખબર પડી તો કોર્ટ મેરેજ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ વાતથી વિભા અને એસપી જોશી ખુબ ગુસ્સે થઈ ગયા.

એસ પી જોશી નું કહેવું છે કે તેમને મહિને 28 હજારનું પેન્શન મળે છે. તેમને પત્ની કે સંતાન કોઈ નથી જ્યારે 36 વર્ષીય વિભા એકલી છે અને નિરાધાર છે. તેણે આ લગ્ન તેની હાલત જોઈને કર્યા છે. તેના પેન્શન થી વિભા જોશીને સહારો મળી રહેશે. જોકે આ જોડી ના લગ્ન સોશિયલ મીડિયા પર મનોરંજન નું માધ્યમ બની ગયા છે.

Leave a Comment