છેલ્લા કેટલાક સમયમાં ઘણા લોકો ભારતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ચૂક્યા છે. જ્યારે મોટા ઉદ્યોગપતિઓ ઉપર કરોડોની લોન થઈ જાય છે તો તેઓ આવું કરતા હોય છે. આવું કૌભાંડ કરનારા ની સામે કેટલાક લોકો એવા પણ છે જે પ્રામાણિકતાથી આજે પણ લોન ચૂકવી દેતા હોય છે. આવું જ એક કામ મૂળ સૌરાષ્ટ્રના એક ખેડૂત ના દીકરાએ કર્યું અને પોતાની પ્રમાણિકતા બચાવી.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયા વર્ષોથી સુરતમાં સ્થાયી થઈને વ્યવસાય કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે આવેલા લાઠી ગામના છે અને આ વર્ષોથી હીરા પોલીસ કરવાનું કામ કરે છે. તેમણે 1988 માં નાનકડી કંપની થી શરૂઆત કરી હતી અને હવે તેમનો ઉદ્યોગ મોટો થઈ ગયો છે.
કંપતી શરૂ કર્યાના પહેલા જ વર્ષે તેમનું ટોન ઓવર 28 કરોડનું હતું. ત્યાર પછી તેમનો ઉદ્યોગ વધવા લાગ્યો અને તેમણે ઉદ્યોગ મુંબઈ સુધી વિસ્તારીઓ. મનજીભાઈ ધોળકિયા ની કંપની નું ટોન ઓવર 1200 કરોડ સુધી પહોંચ્યું હતું. તેમણે ઉદ્યોગને વધારવા માટે 500 કરોડની લોન પણ લીધી હતી.
પરંતુ જ્યારે તેમના ઉપર લોન વધી ગઈ ત્યારે તેમણે પોતાની અંગત મિલ્કત વહેંચીને પણ લોન ભરી દીધી અને પોતાની પ્રામાણિકતા બતાવી.