કચ્છમાં કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે. આહીરોજ મોટી સંખ્યામાં ભક્તો માતા મોગલ ના દર્શન કરવા ઉમટે છે. મંદિરમાં પગ મુકતાની સાથે જ ભક્તોના મનમાં પ્રસન્નતાની લાગણી પ્રસરી જાય છે કારણ કે મંદિરમાં માતાજીના આશીર્વાદથી સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય છે. અહીં આવનાર ભક્તોના મનની ચિંતા મંદિરમાં પ્રવેશ કરવાની સાથે જ દૂર થઈ જાય છે.
ભક્તો માતાના દર્શન કરીને અને મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળનાર મણીધર બાપુના આશીર્વાદ મેળવીને આનંદની લાગણી અનુભવતા હોય છે. અહીં અનેક ભક્તો રોજે રોજ પોતાની માનતા પૂરી કરવા આવે છે. ભક્તો કહે છે કે મોગલ માને યાદ કરીને તેમણે જે પણ માનતા લીધી હોય તે ગણતરીના દિવસોમાં જ પૂરી થાય છે. અહીં ઘણા ભક્તો હજારો રૂપિયાનું દાન પણ કરે છે પરંતુ મણીધર બાપુ દાન સ્વીકાર કરતા નથી અને ભક્ત જે આપે તેના કરતા વધારે તેને પરત આપે છે.
માતાના ચરણમાં આવેલા ભક્તો ક્યારેય દુઃખી મનથી પરત જતા નથી તેમના મનની ચિંતા નું સમાધાન મંદિર પરિસરમાં હોય તે દરમિયાન જ થઈ જતું હોય છે. મા મોગલ ના ધામ ખાતે કોઈપણ પ્રકારના રૂપિયાનું દાન લેવાતું નથી. તાજેતરમાં જ એક મહિલા ભક્તો મુંબઈથી મોગલ ધામ આવ્યા હતા. આ મહિલા મસ્કત દુબઈ સહિતના દેશોમાં વેપાર કરે છે.. તેઓ માં મોગલના અનન્ય ભક્ત છે. તેઓ મુંબઈથી ખાસ મોગલધામ માતાના દર્શને આવ્યા હતા. દર્શન કરીને તેમણે મણીધર બાપુના ચરણોમાં 51 હજાર રૂપિયા ધર્યા.
પરંતુ મણીધર બાપુએ પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો કાઢી 51 હજાર રૂપિયામાં ઉમેરી અને તે મહિલાને રકમ પાછી આપી. તેમણે કહ્યું કે આ રૂપિયા તે પોતાની બેન અથવા દીકરીને આપી દે. આશા છે જ મણીધર બાપુએ એવું પણ કહ્યું કે માતાજી તમારો વાળ પણ વાંકો નહીં થવા દે…