સોશિયલ મીડિયામાં રોજ અનેક પ્રકારના વિડીયો વાયરલ થાય છે. અવનવા વીડિયોમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જે હૃદયને સ્પર્શી જાય. આવો જ એક વિડીયો હાલ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આજના સમયમાં દરેક ઘરમાં દીકરીનું મહત્વ વધી ગયું છે. હવે એ સમય રહ્યો નથી જ્યારે દીકરીને દીકરા કરતાં ઓછી આંકવામાં આવતી. હવે તો દીકરીને પણ માતા-પિતા દીકરા કરતાં પણ વધારે મહત્વ આપવા લાગ્યા છે. આવું જ એક હૃદય સ્પર્શી વિડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોની આંખમાં પણ આંસુ આવી જાય છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી ખુરશી પર બેઠી છે અને નીચે જમીન પર તેના માતા-પિતા બેઠા છે. થોડીવારમાં માતા-પિતા દીકરીના પગને દૂધથી ધોવે છે અને ત્યાર પછી તે દૂધ પિતા પી જાય છે. સાથે જ તેને પ્રસાદી તરીકે માતા પણ ગ્રહણ કરે છે. ત્યાર પછી પિતા દીકરીના પગ ડુવાલ થયેલું છે અને કંકુ ભરેલી થાળીમાં દીકરીના પગ મૂકે છે. ત્યાર પછી સફેદ રંગના કપડા ઉપર દીકરીના કંકુ પગલા કરાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર થોડાક દિવસમાં દીકરીના લગ્ન હોવાથી માતા પિતાએ ઘરમાં દીકરીની પૂજા કરી અને તેના પગલાં ને પોતાની પાસે રાખ્યા હતા. આ વિડીયો ઉપર લોકો સુંદર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.