રાજ્યભરમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યા ના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. થોડા વર્ષો પહેલા એવી માન્યતા હતી કે વૃદ્ધ લોકોને જ હાર્ટ એટેક આવે પરંતુ છેલ્લા કેટલાક સમયથી 30 ની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી દુઃખદ ઘટના તાજેતરમાં ભાવનગરમાંથી સામે આવી.
આ ઘટના સૌથી કરુણ છે કારણ કે અહીં એક દીકરીનું મોત તેના લગ્ન થાય તે પહેલા જ થઈ ગયું. જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગરના એક પરિવારમાં દીકરીના લગ્ન હતા અને ઘરના આંગણે માંડવા પણ બંધાઈ ચૂક્યા હતા. દીકરીના હાથમાં મહેંદી પણ મુકાઈ ગઈ હતી અને પરિવાર દીકરીની વિદાય કરવાની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ લગ્ન થાય તે પહેલા જ દીકરીને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું.
આ ઘટના બની છે શહેરના સુભાષ નગર વિસ્તારમાં રહેતા ઝીણાભાઈ ભરવાડ ના ઘરે. તેમની દીકરી ના લગ્ન લેવાયા હતા. ઝીણાભાઈ ની દીકરી હેતલ નાની ઉંમરની હતી અને તેના લગ્ન વિશાલ સાથે થવાના હતા. લગ્ન માટે ઘરે મહેમાન પણ આવી ગયા હતા અને આખા ઘરમાં લગ્નનો ઉત્સાહ હતો. પરંતુ અચાનક જ હેતલને ચક્કર આવ્યા અને તે ઢળી પડી. તને હોસ્પિટલ લઈ જવામાં આવી તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. ડોક્ટરનું કહેવું હતું કે હેતલને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું.
આ વાત પરિવારમાં ખબર પડતા જ ગમગીની છવાઈ ગઈ. જોકે આ ઘટનાથી ભાવનગર શહેરમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે કારણ કે જે ઘરમાં જાન આવવાની હતી તે ઘરમાંથી દીકરીની નીચ અંતિમ યાત્રા નીકળી હતી. જોકે જાણવા એમ પણ મળે છે કે વિશાલ ની જાન નીકળી ચૂકી હતી તેથી લગ્નના માંડવેથી જાન પરત ન જાય તે માટે હેતલની નાની બહેનના લગ્ન વિશાલ સાથે કરાવવામાં આવ્યા. એક પિતા માટે આ દુઃખદ ઘડી હતી કે જેને લગ્ન કરવી વિદાય કરવાની હતી તેને કાંધ આપીને અંતિમ યાત્રા કાઢવી પડી.