વિદેશમાં વસતા યુવક યુવતિએ ગીરની નેશમાં કરાવ્યું પ્રી વેડિંગ શૂટ…

આ વખતે લગ્ન શરામા કોરોના નું કોઈ પણ બંધન નથી તેથી લોકો ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે. આ વર્ષે લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે પણ કપલ ને બધી જ છૂટ હતી. સામાન્ય રીતે લોકો પોતાના પ્રી વેડિંગ ફોટોશૂટમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે પરંતુ એક કપલ એવું પણ છે કે જેને દેશી સ્ટાઇલ માં ફોટો શૂટ કરાવ્યો.

સૌથી નવાઈની વાત તો એ છે કે આ કપલ બંને વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. તેઓ લગ્ન કરવા ભારત આવ્યા અને તેમણે અનોખું પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યું. તેમને પ્રિ વેડિંગ શૂટ ગીરની નેસમાં કરાવ્યું અને એકદમ દેશી સ્ટાઇલ થી.

જે યુવકની અહીં વાત થઈ રહી છે તે ભાવનગરના મહુવા ગામનો પ્રશાંત પટેલ છે અને યુવતી અમરેલીના રબારી ગામની બ્રિજલ છે. તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તેમણે ગીરની નેસમાં ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરાવી. તેઓ એકદમ દેશી અવતારમાં જોવા મળ્યા.

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે કે વિદેશમાં રહ્યા છતાં પણ તેમણે વિદેશી સંસ્કૃતિને ન અપનાવી અને દેશી સંસ્કૃતિને અપનાવી. તેમણે ગીરમાં રહેતા માલધારીઓના પરિવાર સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતા

Leave a Comment