વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્ય સ્મૃતિમાં યોજાયો શાહી સમૂહ લગ્ન ઉત્સવ, 165 વરરાજાની જાન નીકળી વેન્ટેજ કારમાં

પિતા ધનવાન હોય તો દીકરાને તે વારસામાં સંપત્તિ આપે છે. પરંતુ ઓછા સંતાને એવા હોય છે જે પોતાના પિતાના સંસ્કારને પણ વારસામાં જાળવી રાખે. સૌરાષ્ટ્રના પનોતા પુત્ર એવા વિઠ્ઠલભાઈ રાદડિયા ના દીકરાએ સાબિત કરી બતાવ્યું છે.

કે તેણે માત્ર સંપત્તિ જ નહીં પરંતુ પિતાના સંસ્કાર અને સમાજસેવાનો વારસો પણ જણાવ્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ તાજેતરમાં જ પોતાના પિતાની પુણ્યતિથિના દિવસે શાહી સમુહ લગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું.

જામકંડોળામાં ક્ષેત્રના વિકાસથી લઈને સમાજના વિકાસ શિક્ષણ સહિતના અનેકવિધ કાર્યો કરીને વિઠ્ઠલભાઈ રાદડિયાએ નામના મેળવી હતી. આ પંથકમાં તેમણે સમૂહ લગ્ન યોજવાની પહેલ કરી હતી અને સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્ન તેઓ ધામધૂમથી સ્વખર્ચે કરતા. વિઠ્ઠલભાઈ રાદડિયા જેવી થતા ત્યારે તેમણે એક વર્ષ વખત 221 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે તેઓ હયાત નથી ત્યારે તેમણે પુણ્યતિથિની યાદમાં જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું હતું.

આ લગ્ન ઉત્સવમાં લેવા પટેલ સમાજની 165 દીકરીઓએ લગ્ન કર્યા. આ લગ્ન પણ શાહી રીતે કરવામાં આવ્યા હતા. લગ્ન માટે વૈભવી મંડપ બાંધવામાં આવ્યા અને વરરાજા ની જાન માટે વિન્ટેજ કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન ઉત્સવમાં સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ બિલ્ડર તેમજ વેપાર જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહ લગ્ન માં જોડાણા દરેક દીકરીને પાનેતર થી લઈને ઘરવખરીની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. ઘરવખરીની વસ્તુઓમાં પણ 123 વસ્તુ જેમાં ફ્રીજ સોનાના દાગીના સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે તે આપવામાં આવી હતી.

165 દીકરીઓના લગ્ન હોવાથી વર અને કન્યા પક્ષમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હતા તેથી એક લાખ લોકોના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં 4000 સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા

Leave a Comment