હાલમાં લગ્ન સરા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો છવાયેલા રહે છે. 2020 માં કોરોનાના કારણે લોકોના લગ્નમાં ભંગ પડ્યો હતો. લોકોને અનેક પ્રતિબંધો વચ્ચે સાદાયથી લગ્ન કરવા પડ્યા હતા.
લગ્ન એવો પ્રસંગ હોય છે કે જે દરેક વ્યક્તિ ઈચ્છે કે ધામધૂમથી કરવામાં આવે. દરેક વ્યક્તિને લગ્ન લઈને ઉત્સાહ હોય છે. તે પોતાના લગ્નને ખાસ બનાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરે છે. આવા જ આલીશાન અને અનોખા લગ્ન રાજકોટમાં યોજાયા હતા.
રાજકોટના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર વિજય વાંક ના શાળાના લગ્ન એટલા ધામધૂમથી થયા કે લોકો જોતા રહ્યા. તેમની જાન રાજકોટની માસ્તર સોસાયટી થી 80 ફૂટ આવેલા શેઠ હાઈસ્કૂલમાં પહોંચી હતી.
લગ્નનું વરઘોડો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કારણ કે આ વરઘોડામાં વૈભવી ગાડીને બદલે ઘોડા ઉંટ અને બળદગાડામાં લોકો સવાર જોવા મળ્યા હતા. સાથે જ વરરાજા હાથીની અંબાડી પર બેઠા હતા.
જાનમાં આવેલી બહેનોએ પારંપરિક પોશાક પહેર્યો હતો. અને આશરે 500 તોલા સોનું એટલે કે બે કરોડથી વધુનું સોનુ પહેર્યું હતું. જાન માટે મુંબઈના નાસિક બેન્ડવાલા ને બોલાવવામાં આવ્યા હતા. આ વરઘોડો એટલો ભવ્ય હતો કે રાજકોટના લોકોને વર્ષો સુધી યાદ રહી જશે