લગ્નની સિઝન તાજેતરમાં જ પૂરી થઈ છે અને આ વર્ષે લોકોએ કોઈ પણ જાતના બંધન વિના ધામધૂમથી લગ્ન કર્યા છે. પોતાના લગ્નને અલગ અને અનોખા બનાવવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. લોકો અવનવી કંકોત્રી છપાવીને તો કેટલાક લોકો વરઘોડા અને અનોખી રીતે કાઢીને પોતાના લગ્નને ખાસ બનાવે છે. આવી જ રીતે એક ખાસ વરઘોડા વિશે આજે તમને જણાવીએ જે સુરત શહેરમાં નીકળ્યો હતો
સુરત શહેરના ભાજપના મોટા નેતાના દીકરો નો વરઘોડો ચર્ચાનો વિષય બન્યો છે. વરરાજા આ વરઘોડાની અંદર બળદગાડામાં બેઠા હતા. બળદગાડામાં સવાર વરરાજા આગળ હતા અને તેમની પાછળ 100 જેટલી લક્ઝરીઝ કારનો કાફલો હતો. આ રીતે નીકળેલા વરઘોડાને જોવા માટે વરાછા વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ વરઘોડો બે કિલોમીટર સુધી ચાલ્યું હતું અને લોકો જોઈને દંગ રહી ગયા કે લક્ઝરીસ કારના કાફલાની આગળ વરરાજા બળદગાડામાં બેઠા છે.
આ લગ્ન હતા ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત વઘાસિયા ના દીકરાના. તેમના બંને દીકરાના લગ્ન હતા અને તેમાં દૈનિક વરઘોડો નીકળ્યો હતો તેના કારણે તેમનો વટ આખા શહેરમાં પડી ગયો. લોકો પણ જોઈને દંગ રહી ગયા કે એક થી એક ચડે એવી કાર છોડીને વરરાજા બળદગાડામાં સવાર થયા. આ વરઘોડો સાંજે 5:00 વાગ્યાની આસપાસ રીવર પેલેસ થી નીકળીને ઉત્તરાયણ પાર્ટી પ્લોટ પહોંચ્યો હતો.
વરઘોડામાં ફરાળીથી લઈને bmw સહિતની કરોડોની કિંમતની કાર જોવા મળી હતી. કરોડોની કહેવાય તેવી 100 જેટલી કાર સાથે વરરાજા લગ્ન કરવા પહોંચ્યા હતા. ભરત વઘાસિયાએ જણાવ્યું હતું કે તેના બંને દીકરાઓને ઈમ્પોર્ટેડ કારનો શોખ છે તેથી તેમણે પોતાના મિત્રોને વલસાડ મુંબઈ નવસારી થી ખાસ બોલાવ્યા હતા જેમની પાસે અલગ અલગ પ્રકારની કાર હતી. ત્યાર પછી તેમના દીકરાને બળદગાડામાં બેસાડીને આગળ પાછળ 50 50 કાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.