કન્યા ની વિદાય એવી ઘડી છે કે જ્યારે ભલભલા કઠણ કાળજાના લોકો પણ રડી પડે. તેવામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે. સમાજમાં હવે દીકરી અને પુત્ર વધુ વચ્ચે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. સાસુ સસરા સાથે પુત્રવધુ પણ દીકરીની જેમ રહેતી હોવાથી તેની સાથે માયા બંધાઈ જાય છે. તેના કારણે જો અકાળે દીકરાનું અવસાન થાય તો સાસુ સસરા પોતે જ માતા પિતા બનીને પુત્રવધુ ના બીજા લગ્ન કરાવજે છે.
આવી જ ઘટના સુરતમાં પણ બની હતી. સુરતના મોટીવેડ ગામમાં દીકરાના અવસાન પછી પુત્રવધુ નું જીવન સારી રીતે પસાર થાય તે માટે સાસુ સસરાએ જ તેના માટે વર્ષ શોધીને તેના બીજા લગ્ન ધામધૂમથી કરાવ્યા. દીકરાના લગ્નને 15 મહિના જ થયા હતા ત્યાં સાસુ સસરાએ પુત્રવધુ માટે યોગ્ય વર્ષ શોધી અને તેના બીજા લગ્ન કરાવ્યા.
માતા-પિતાને દીકરો ગુમાવવાનું દુઃખતો હતું જ પરંતુ તેઓ ઇચ્છતા હતા કે તેની પુત્ર વધુ જે તેની સાથે દીકરી બનીને રહી હતી તેનું જીવન સારી રીતે પસાર થાય. તેથી તેમણે પુત્રવધુ માટે વર્ષ શોધીને તેના બીજા લગ્ન કરાવ્યા.
સાસુ સસરાએ માતા-પિતા બનીને પુત્રવધુનું કન્યાદાન કર્યું અને જ્યારે વિદાયનો સમય આવ્યો હતો. પુત્રવધુના માતા-પિતા કરતા સાસુ સસરા વધારે ભાવુક થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્ન નો વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે