ભારતનો સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સતત ચર્ચામાં રહે છે. તેમનો પરિવાર, તેમની લાઈફ સ્ટાઈલ, તેમનો બિઝનેસ દરેક વસ્તુ ચર્ચાનો વિષય બની જાય છે. અંબાણી પરિવારના દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. લોકો પણ તેમના વિશે વધુને વધુ જાણવા ઈચ્છા ધરાવે છે. તેથી સોશિયલ મીડિયા પર સતત આ પરિવાર ચર્ચાનો વિષય હોય છે. પરંતુ આજ સુધી નીતા અંબાણીના પરિવારની ચર્ચા થઈ નથી.
જાણવા મળતી માહિતી અનુસાર નીતા અંબાણીનો માતૃપક્ષ લાઈન લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે અંબાણી પરિવારનો કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમાં તેમની હાજરી હોય છે. નીતા અંબાણી નો પરિવાર સાદગી ભર્યું જીવન જીવે છે. પરંતુ તાજેતરમાં જ નીતા અંબાણીની નાની બહેન વિશે એક મહત્વની વાત સામે આવી છે. આ બાબત ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય છે.
જાણવા મળતી માહિતી અનુસાર નીતા અંબાણીની એક નાની બહેન પણ છે. તેનું નામ મમતા દલાલ છે અને તે નીતા અંબાણી કરતા ચાર વર્ષ નાના છે. મમતા દલાલ પણ નીતા અંબાણીને ટક્કર આપે એવા સુંદર છે. તેમને લાઈન લાઈટ થી દૂર રહેવાનું પસંદ છે અને તે સાદગી ભર્યું જીવન જીવે છે. મમતા દલાલ પોતાની બહેન નીતા અંબાણી ની સ્કૂલમાં જ નોકરી કરે છે.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મમતા દલાલ કામ કરે છે. મમતા દલાલ શાળાનું સંચાલન કરે છે. જણાવી દઈએ કે આ દેશની સૌથી મોંઘી સ્કૂલ છે જ્યાં બોલીવુડના કલાકારોના બાળકો ભણે છે. આ સમગ્ર સ્કૂલનું સંચાલન મમતા દલાલ કરે છે.
મમતા દલાલ ને આ સ્કૂલનું સંચાલન કરવા માટે લાખો રૂપિયા પગાર તરીકે મળે છે. એક રિપોર્ટ અનુસાર મમતા દલાલની કુલ સંપત્તિ 54 કરોડ રૂપિયા છે. નીતા અંબાણી પણ શિક્ષિકા રહી ચૂક્યા છે. જો કે મમતા દલાલ પણ સુંદર હોવાથી તેમણે મોડેલિંગ પણ કર્યું છે. દેશની સૌથી અમીર મહિલાની બહેન હોવા છતાં પણ મમતા દલાલ ચમક-દમકની દુનિયાથી દૂર રહીને શાળામાં નોકરી કરી રહ્યા છે.