કળિયુગ ના કેટલાક સંતાનો એ ભૂલી જાય છે કે તેમને મોટા કરવા પાછળ તેમના માતા પિતાએ કેટલો સંઘર્ષ કર્યો છે. સંપત્તિ માટે મહાન ભૂલેલા શ્રદ્ધાનો માતા પિતા સાથે એટલું ખરાબ વર્તન કરી દેતા હોય છે કે માતા-પિતા પોતાનું જીવન ટૂંકાવવાનું વિચારી લેતા હોય છે.
કેટલાક સંતાનો તો એવા હોય છે કે જે સંપત્તિની લાલચમાં પોતાના માતા પિતા ઉપર હાથ પણ ઉપાડતા હોય છે. જે સંતાનોને માતા પિતા પેટે પાટા બાંધીને ઉછેરે છે તેમના માટે માતા-પિતા કરતા વધારે સંપત્તિ મહત્વની થઈ જાય છે. જે ઘરમાં દીકરો જ માતા પિતાને પ્રેમ કરતો ન હોય ત્યાં આવનાર પુત્ર વધુ પાસેથી પ્રેમની અપેક્ષા રાખી શકાય નહીં.
અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં સંતાનો સંપત્તિ માટે માતા પિતા સાથે ખરાબ વર્તન કરતા જોવા મળ્યા હોય. પરંતુ તાજેતરમાં ગાંધીનગર જિલ્લામાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાઈ હતી.
ગાંધીનગરના કલોલ તાલુકાના એક ગામમાં આ ઘટના બની હતી. અહીં વૃદ્ધ માતા પિતા ને સંપત્તિની લાલચમાં દીકરા અને વહુએ ઢોર માર મારીને ઘરેથી કાઢી મૂક્યા. પિતાની ઉંમર 60 વર્ષની હતી અને પત્નીની ઉંમર 58 વર્ષની હતી. પિતાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ હતી. પિતાએ મહેનતથી ઊભી કરેલી સંપત્તિ પર દીકરાની નજર હતી અને તેણે પિતાને આ સંપત્તિ તેના નામ કરી દેવા કહ્યું.
જ્યારે પિતાએ આવું ન કર્યું તો વહુ અને દીકરાએ માતા-પિતાને માર મારી ધક ધમકીઓ આપી. માતા પિતા સમજી ગયા કે તેના દીકરા અને વહુની દાનત સંપત્તિને લઈને બગડી છે. જ્યારે પિતાએ પ્રોપર્ટીના કાગળ ઉપર સહી ન કરી તો દીકરાએ પિતાને ખૂબ જ માર્યા વહુએ પણ પોતાની સાસુને માર માર્યો અને ઘરેથી કાઢી મૂક્યા.
એટલું જ નહીં વહુએ એવું કહી દીધું કે જો તેઓ પાછા ઘરે આવશે તો જાનથી મારી નાખશે… આ શબ્દો સાંભળીને માતા પિતાને એટલું માથું લાગ્યું કે તેઓ નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવા પહોંચી ગયા. વૃદ્ધ દંપતી ને આત્મહત્યા કરતા એક વ્યક્તિએ બચાવ્યા. ત્યારબાદ તે વ્યક્તિએ વૃદ્ધ માતા પિતાની વાત સાંભળી અને પોલીસની જાણ કરી.