બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ડોક્ટર બની વધારવું હતું પિતાનું ગૌરવ, પણ એક ફોન કોલના કારણે બધું જ થઈ ગયું બરબાદ

આજના સમયમાં યુવક યુવતીઓમાં ધીરજનો અભાવ જોવા મળે છે. એવું નાની-નાની વાતમાં આ દેશમાં આવી જતા હોય છે અને આ આવેશ ના કારણે ઘણી વખત એવા નિર્ણયો લઈ લેતા હોય છે

જેના કારણે માત્ર તેમનું જ નહીં પરંતુ પરિવારનું જીવન પણ બરબાદ થઈ જાય છે. તાજેતરમાં જ આવી એક ઘટના બિહારના ભાગલપુર માં બની છે.

ભાગલપુર જિલ્લાના ખંજરપુરમાં રહેતી જ્યોતિ ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી અને તેનું સપનું ડોક્ટર બનીને પોતાના માતા પિતાનું નામ રોશન કરવાનું હતું.

તે પોતાના ધ્યેય પ્રત્યે અડગ હતી અને સતત મહેનત કરી રહી હતી. ભણવામાં પણ તે તેજસ્વી હતી. પરંતુ એક ફોન કોલ ના કારણે બધું જ બદલી ગયું.

એક દિવસ જ્યોતિ તેની સાથે રહેતી મિત્ર જ્યારે બહાર જતી હતી ત્યારે તેને કહેવા લાગી કે તે બહાર જાય છે તો ચિકન લઈને આવે અને તે ઘરે ચિકન બનાવવાની તૈયારી કરી રાખશે. તેની મિત્ર વસ્તુ લેવા બજારમાં ગઈ અને બે કલાક પછી પરત ફરી.

જ્યારે જ્યોતિની મિત્ર રૂમ પર પાછી આવી ત્યારે તેને દરવાજો ખખડાવ્યો પણ ઘણીવાર સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તેને શંકા ગઈ કે કંઈક અજુગતું થયું છે.

તેણે તુરંત જ રૂમની પાછળની બારીમાંથી જોયું તો તેના મોઢામાંથી રાળ નીકળી ગઈ. બારીમાંથી તેણે જોયું કે જ્યોતિ એ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ દ્રશ્ય જોઈને તેણે બૂમાબૂમ કરી મૂકી અને હોસ્ટેલના બધા જ લોકો એકત્ર થઈ ગયા.

હોસ્ટેલના કર્મચારીઓએ પોલીસને આ અંગે જાણકારી આપી અને તેના પરિવારજનોને પણ જણાવવામાં આવ્યું. પરિવારજનો પણ આ સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા અને તુરંત જ્યોતિની હોસ્ટેલ પહોંચી ગયા.

પોલીસે જ્યોતિની રૂમની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે કોઈ વ્યક્તિના પ્રેમમાં હતી. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે કોઈ વાતને લઈને સમસ્યા ચાલી રહી હતી.

જેના કારણે જ્યોતિ હતાશ હતી. આત્મહત્યા કરતા પહેલા જ્યોતિએ તેના બોયફ્રેન્ડને કોલ કર્યો હતો. અને આ વિડીયો કોલ દરમિયાન જ તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું.

સમગ્ર ઘટના બાદ તેના પિતાએ પોલીસની નિવેદન આપ્યું હતું કે તેની દીકરી ભણવામાં હોશિયાર હતી અને મન લગાવીને અભ્યાસ કરતી હતી જો તેણે પોતાના મનની વાત પરિવારને જણાવી હોત તો આ સમસ્યાનું સમાધાન આવી જાત અને તેમની દીકરીનો જીવ પણ બચી જાત.

Leave a Comment