દેશની રક્ષા કરવા માટે સરહદ પર 24 કલાક સૈનિકો ખડે પગે રહે છે. ઘણી વખત આપણા દેશના સૈનિકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. તેમ છતાં સૈનિકો દેશ સેવા કરવાથી પીછે હટ કરતા નથી.
આવા વધુ એક રાજસ્થાનના યુવાન દેશ સેવા કરતા કરતા શહીદ થયા છે. રાજસ્થાનના ઝુંઝુન ગામના રહેવાસી સતપાલસિંહ સેનામાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેઓ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયેલા સતપાલસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સતપાલ સિંહ ની સારવાર 10 દિવસ સુધી ચાલી પરંતુ સારવાર દરમિયાન તેઓ શહીદ થયા. આ વાતની જાણ તેમના પરિવારજનોને થતા પરિવાર ઉપર શોકનું મજૂર ફરી વળ્યું. ગામ નો દીકરો શહીદ થયો છે તે વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ.
જ્યારે સેનાના અધિકારીઓ તેમનો પાર્થિવ દહીં લઈને તેમના વતન પહોંચ્યા ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. સેનાના જવાનની અંતિમયાત્રામાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પરિવારના લોકો જ નહીં પરંતુ ગામના જે લોકો પણ અહીં આવ્યા હતા તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
દેશ સેવા કરતા શહીદ થયેલા જવાન તેમની પાછળ તેમના પત્ની બે બાળકો અને પરિવારના લોકોને છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર સમયે લોકોની આંખોમાંથી ચૌધર આંસુ વહી રહ્યા હતા. માધરે વતન ખાતે પરિવારની હાજરીમાં જવાનને સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.