આ મંદિરમાં દેખાયા માતાજીના કંકુ પગલા, મંદિરમાં ઉમટી પડ્યા ભક્તો દર્શન માટે… જુઓ તમે પણ તસવીરો

ડભોઇ તાલુકામાં આવેલા વેરાઈ માતાના મંદિરે એક અનોખો ચમત્કાર જોવા મળ્યો. આ ચમત્કારના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરે ઉમટી પડ્યા હતા.

અહીં આવેલા વેરાઈ માતાના મંદિરે સવારના સમયે કંકુ પગલા દેખાયા હતા. માતાજીના મંદિરમાં વહેલી સવારે કંકુ વાળા પગલા દેખાતા ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં રીતસર કંકુના પગલાં દેખાતા ભક્તોએ તેને વેરાઈ માતા નો ચમત્કાર ગણ્યો.

વહેલી સવારે જ ગામમાં વાત થવા લાગી કે વેરાઈ માતાના મંદિરમાં કંકુ પગલા જોવા મળી રહ્યા છે. પહેલીવાર તો લોકોને વિશ્વાસ આવ્યો નહીં પરંતુ ધીરે ધીરે મંદિરે લોકો કંકુ પગલાના દર્શન કરવા એકઠા થવા લાગ્યા. સવારે મંદિર ખુલ્યું હતું નહીં તેથી બારીમાંથી લોકો કંકુ પગલાના દર્શન કરતાં જોવા મળ્યા હતા.

આ મંદિરની કેટલીક તસ્વીરો પણ વાયરલ થઈ છે જેમાં જોઈ શકાય છે કે મંદિરની ટાઇલ્સ ઉપર કંકુ પગલા જોવા મળે છે અને તે માતાજીની મૂર્તિ સુધી જઈ રહ્યા છે. મંદિરમાં કંકુ પગલા થયા છે તે વાતની જાણ સૌથી પહેલા પૂજારીને થઈ હતી તે સવારે પૂજા પહેલા સાફ-સફાઈ કરવા માટે મંદિરે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે કંકુવાળા પગલાં જોયા.

આ વાત એક પછી એક ગામમાં લોકોને ખબર પડવા માંડી અને ભક્તો પણ આ ચમત્કાર જોવા માટે મંદિરે એકઠા થવા લાગ્યા. મંદિરમાં કંકુ પગલા હોવાથી ભક્તો દૂરથી જ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા.

Leave a Comment