ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી ની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે. કિર્તીદાન ગઢવી પોતાના શો માટે વિદેશ પ્રવાસ કરતા રહે છે. તેઓ જ્યાં પણ પ્રોગ્રામ કરે છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે.
કિર્તીદાન ગઢવી ઉત્તમ કલાકારની સાથે દિલદાર વ્યક્તિ પણ છે. તેઓ સમાજ સેવાના કાર્યોમાં પણ આગળ રહે છે. તાજેતરમાં જ એક એવી ઘટના બની જેના પરથી કિર્તીદાન ગઢવી કેટલા લાગણીસભર છે તેનો પુરાવો મળ્યો.
કિર્તીદાન ગઢવીએ થોડા સમય પહેલા કાઠડામાં એક કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમ વહેલી સવારે પૂરો થયો ત્યાર પછી એક યુવક તેને ખૂબ જ આગ્રહ કરીને પોતાના ઘરે ચા પાણી પીવા લઈ ગયો. તેનું કારણ હતું કે આ યુવકની માતા કિર્તીદાન ગઢવી ને ખૂબ જ માનતી હતી.
કિર્તીદાન ગઢવી ને પોતાના ઘરે આવેલા જોઈને માતા ભાવુક થઈ ગયા. આ પરિવાર એકદમ સામાન્ય હતો કિર્તીદાન ગઢવી ને પોતાના ઘરે જોઈને માતા રડમસ થઈ ગયા અને કહ્યું કે, મારે એકનો એક દીકરો છે, તેના લગ્ન જ્યારે પણ થશે ત્યારે દિવસ રાત મજૂરી કરીને અથવા તો જમીન વેચીને પણ રૂપિયા એકઠા કરી કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી ને જ બોલાવીશ…
આટલા શબ્દો સાંભળીને કિર્તીદાન ગઢવી પણ ભાવુક થઈ ગયા અને તેને વૃદ્ધ માતા ને વચન આપ્યું કે, તેમણે દિવસ રાત મજૂરી કરવાની જરૂર નથી જ્યારે પણ તેના દીકરાના લગ્ન થશે ત્યારે એક પણ રૂપિયો લીધા વિના તે તેના લગ્નમાં ગાવા માટે આવશે.