નાના બાળકોને રમવા માટે એકલા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો…

નાના બાળકોને જ્યારે રમવા માટે એકલા છોડી દેવામાં આવે છે ત્યારે ઘણી વખત તેઓ એવા કામ કરી બેસે છે જેના કારણે માતા-પિતાને જીવનભર પસ્તાવું પડે. માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના તાજેતરમાં સુરતના ગણેશ નગર સોસાયટીમાં બની. અહીં પ્રવીણભાઈ પાટીલ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સરકારમાં પાંચ વર્ષની દીકરી જાગૃતિ છે જે સિનિયર કેજી માં અભ્યાસ કરે છે.

તે રોજ સવારે ઘરની બહાર જે રીતે રમતી હોય તે જ રીતે એક દિવસ પણ રમતી હતી પરંતુ આ દિવસે અચાનક જ તેને ઉલટી થવા લાગી અને શ્વાસ અટકવા લાગ્યો. દીકરી ની તબિયત સારી નથી તે વાત જાણીને તેની માતા ત્યાં પહોંચી અને તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીને ઈએનટી વિભાગમાં દાખલ કરવામાં આવી. જ્યાં બાળકીની તપાસ કરતા ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા. બાળકીની તપાસમાં ડોક્ટરોને ખબર પડી કે તેની અન્નનળીમાં સિક્કો ફસાઈ ગયો છે અને તેનો ઓપરેશન કરીને કાઢવો પડશે. આ વાત જાણીને માતા-પિતાના હોશ ઉડી ગયા. ડોક્ટરોએ દૂરબીન થી સિક્કો કાઢવા માટેની તૈયારી શરૂ કરી.

બાકીની હાલત પણ ખરાબ થવા લાગી હતી તેવામાં ડોક્ટરોની ટીમે કલાકોની મહેનત પછી બાળકીની અન્નનળીમાંથી સિક્કો બહાર કાઢ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ત્રણથી ચાર બનાવો સામે આવી રહ્યા છે. નાના બાળકોને જ્યારે એકલા છોડી દેવામાં આવે છે ત્યારે ઘણી વખત તેઓ વસ્તુઓ ગળી જતા હોય છે જેના કારણે જટિલ ઓપરેશન કરવા પડે છે. મુશ્કેલી ત્યારે સર્જાઈ જાય છે જ્યારે અન્નનળીમાં ઊંડે સુધી વસ્તુ ફસાઈ જાય તેવામાં બાળકના જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે.

Leave a Comment