મરતોલી માં હાજરાહજૂર બિરાજે છે માતા ચેહર, જાણો તેનો ઇતિહાસ

મહેસાણા થી 21 કિલોમીટર દૂર ચેહર માતાનું મરતોલી ધામ આવેલું છે. અહીં ચેહર માતા હાજરાહજૂર બિરાજે છે અને તેના ભક્તો દેશ-વિદેશમાં છે. આ ગામમાં એક ઝાડની નીચે 900 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયા હતા.

માન્યતા છે કે 900 વર્ષ પહેલા એક રાજપુત દરબાર ની પ્રાર્થના સાંભળીને માતાજીએ દીકરી તરીકે તેમના કુળમાં જન્મ લીધો. ચેહર માતાજી વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડની નીચે સ્વયંભૂ પ્રગટ થયા હતા. તેમનું નામ ચેહુ બા હતું તેમાંથી ચેહર માતા તરીકે તેઓ પ્રખ્યાત થયા.

માતાજીએ ગામના રબારીઓને પણ પરચો આપ્યો હતો. અહીં વરખડીના ઝાડની નીચે કંકુ પગલા દેખાયા હતા. ત્યાર પછી લોકોએ અહીં પૂજા કરવાની શરૂઆત કરી. 1996માં રામનવમીના દિવસે માતાજીએ આદિશ કર્યો અને અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

મંદિર નું નિર્માણ થયું પછી ભુવાજીએ માતાની રજા લીધી અને માતાજીને લાડુની પ્રસાદી ધરાવી અને તેની ઉપર એક ફૂટની ચૂંટણી ઢાંકી. જ્યારે ચૂંટણી ઊંચી કરીને જોવામાં આવ્યું તો ચૂંદડી 10 ફૂટની થઈ ગઈ હતી અને તેની અંદર લાડુ પણ ઘણા બધા થઈ ગયા હતા. લાડુનો પ્રસાદ એટલો બધો હતો કે બે દિવસ સુધી જમણવાર થયો તો પણ લાડુ ખૂટ્યા નહીં.

આ પરચા પછી મરતોલી ગામનો દરેક વ્યક્તિ માતાજી હાજર હજૂર છે તે વાત માની ગયા. ત્યારથી લઈને આજ સુધી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીને ચુંદડી તથા પ્રસાદનો લાડુ ચડાવે છે. અહીં વર્ષો જૂના પાંચ લાડુ પણ મંદિરમાં જ રાખેલા છે જે આજ સુધી ખરાબ થયા નથી.

આ મંદિરમાં જે પણ ભક્ત આવે છે તેની મનોકામના માતાજી પૂરી કરે છે.

Leave a Comment