શરીરમાં હતી અસહ્ય પીળા અને માતા મોગલ ને કર્યા યાદ, પછી જે થયું તે છે જાણવા જેવું

માતા મોગલ કળિયુગમાં પણ હાજરા હજૂર દેવી છે. જે પણ ભક્તો તેમને સાચા દિલથી યાદ કરે છે તેમની ઈચ્છા અચૂક પૂરી થાય છે. ભક્તો પણ પોતાની ઈચ્છા પૂરી થાય એટલે તુરંત જ માતાના દર્શન કરવા પહોંચી જાય છે. ઘણા લોકો તો મોગલ ધામમાં હજારો રૂપિયા લઈને આવે છે પરંતુ મોગલ ધામ એવી જગ્યા છે જ્યાં રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી.

અહીં આવતા દરેક ભક્તોને મણીધર બાપુ પોતે કહે છે કે માતાજી પર વિશ્વાસ રાખવો એ જ સાચું છે. મોગલ ધામ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે જેમને માતામાં અટૂટ વિશ્વાસ છે. કચ્છ ખાતે અનેક ભક્તો એવા આવ્યા છે જેમને માતા મોગલ નો પરચો મળ્યો હોય. માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એક પણ વ્યક્તિ એવી નહીં હોય જે મોગલ ધામ આવ્યા પછી અધૂરી ઈચ્છા સાથે પરત ફરી હોય.

મોગલ ધામમાં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. મણીધર બાપુ માતાજીના ચરણે આવેલા લોકોને આશીર્વાદ આપે છે અને તેમના જીવનની ચિંતા દૂર કરે છે. મણીધર બાપુ છે પણ આદેશ કરે છે ભક્તો તેનું પાલન કરે છે. આવી જ રીતે એક ભક્ત રાજકોટ થી પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા. તેઓ મણીધર બાપુને મળ્યા અને પોતાની સમસ્યા જણાવી.

તેમને કહ્યું કે થોડા સમય પહેલા તેમના શરીરમાં અસહ્ય પીળા થતી હતી. તેના કારણે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. તેમને ચિંતા હતી કે તેમને કોઈ ગંભીર બીમારી હશે તેથી તેમણે રિપોર્ટ પણ કરાવ્યા. રિપોર્ટ કરાવીને સતત તેઓ માતા મોગલ ને યાદ કરી રહ્યા હતા. અને માતાને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને કોઈ ગંભીર સમસ્યા ન નીકળે.

તેમના આશ્ચર્ય વચ્ચે તેમના રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા. તેમણે તુરંત જ કચ્છ આવવાનું નક્કી કર્યું અને તેઓ કચ્છ આવીને મણીધર બાપુને 5100 આપ્યા. મણીધર બાપુ એ તેની ઉપર એક રૂપિયો મૂકીને પરત આપ્યો અને કહ્યું કે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે અને માતાએ તેની ઈચ્છા પૂરી કરી દીધી.

Leave a Comment