વૃદ્ધ ગરીબ મહિલાની ઈચ્છા હતી કે દીકરાના લગ્નમાં કિર્તીદાન ગઢવી આવે પણ ન હતા રૂપિયા… જ્યારે કિર્તીદાન ગઢવી ને ખબર પડી આ વાત તો તેણે કહ્યું કે…

ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા થયેલા કિર્તીદાન ગઢવી હવે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યા છે. તેમણે ગાયેલું લાડકી ગીત કોઈપણ વ્યક્તિને રડાવી દે તેવું છે. આ ગીતના કારણે તેમની પ્રખ્યાતી વિશ્વભરમાં છવાઈ ગઈ છે. તેમને સાંભળવા માટે તેમના કાર્યક્રમમાં હજારો લોકો આવતા હોય છે.

કિર્તીદાન ગઢવી ના કાર્યક્રમ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સૌથી વધારે થાય છે. વિદેશમાં મોટી સંખ્યામાં લોકો કિર્તીદાન ગઢવી ના કાર્યક્રમ માટે પહોંચી જાય છે. કિર્તીદાન ગઢવી જેટલા મોટા કલાકાર છે એટલા જ મોટા દિલદાર વ્યક્તિ પણ છે. તેઓ અવારનવાર સમાજ સેવાના કાર્યો પણ કરે છે અને જરૂરિયાત મંદ લોકોને મદદ પણ કરે છે.

તેઓ દિલના કેટલા દિલદાર છે અને સ્વભાવના કેટલા સરળ છે તેનું ઉદાહરણ તાજેતરમાં કાઠડા ગામમાં જોવા મળ્યું. કિર્તીદાન ગઢવી પોતે પણ લાગણીશીલ વ્યક્તિ છે. કાઠડામાં કાર્યક્રમ સવારે 5:00 વાગ્યે પૂરો થયો ત્યારે એક યુવક તેમની પાસે આવ્યો અને કિર્તીદાન ગઢવી ને આગ્રહ કર્યો કે તે તેના ઘરે ચા પાણી કરવા માટે આવે. કારણ કે તેની માતા કિર્તીદાન ગઢવી ની મોટી ચાહક છે. કિર્તીદાન ગઢવી એ યુવકની વાત માની લીધી અને તેની સાથે તેના ઘરે પહોંચ્યો.

વૃદ્ધ માતા પોતાની ઘરે કિર્તીદાન ગઢવી ને જોઈને ગદગદ થઈ ગઈ અને તેના માટે ચા પાણી બનાવ્યા. કિર્તીદાન ગઢવી એ પણ વૃદ્ધ માતા સાથે વાતચીત કરી તે દરમિયાન કિર્તીદાન ગઢવી પણ ભાવુક થઈ ગયા.

આ સાથે જ વૃદ્ધ માતા એ કિર્તીદાન ગઢવી ને કહ્યું કે તેની ઈચ્છા છે કે તેના દીકરાના લગ્ન થાય ત્યારે તેઓ કાર્યક્રમ કરવા આવે. તેમની પાસે એટલા રૂપિયા તો નથી પરંતુ કિર્તીદાન ગઢવી ને બોલાવવા માટે તે પોતાની જમીન પણ વેચી દેશે…

આ વાત સાંભળીને કિર્તીદાન ગઢવીએ કહ્યું કે,” માજી જો હું તમારી પાસેથી રૂપિયા લઈને કાર્યક્રમ કરવા આવું તો મારાથી મોટો મૂરખ કોઈ ન હોય… હું તમારા દીકરાના લગ્નમાં એક પણ રૂપિયો લીધા વિના કાર્યક્રમ કરવા આવીશ… ” કિર્તીદાન ગઢવી ના આ શબ્દો સાંભળીને માતા પણ રડવા લાગ્યા.

કિર્તીદાન ગઢવી પોતે પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેમનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડ ગામે થયો હતો. ગઢવી પરિવારમાં જન્મેલા કિર્તીદાન ગઢવી ને પણ લોકસંગીતમાં રસ હતો અને સંગીત તેમને વારસામાં મળેલું હતું.

તેમણે ધીરે ધીરે પોતાના કાર્યક્રમની શરૂઆત કરી અને આજે તેઓ ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. કિર્તીદાન ગઢવીનું મોગલ છેડતા કાળો નાગ… ગીત અને સચિન જીગર સાથે કરેલું લાડકી ગીત ખૂબ જ પ્રખ્યાત છે. તેમના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની સોનલ અને બે દીકરા ક્રિષ્ના અને રાગનો સમાવેશ થાય છે.

Leave a Comment