આપણા રાજ્યમાં નાના મોટા એમ લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. મંદિરો સાથે લોકોની આસ્થા અને ભક્તિ જોડાયેલી હોય છે. જ્યારે ભગવાન ઉપર વ્યક્તિને વિશ્વાસ હોય છે ત્યારે તે દૂર દૂરથી પણ પોતાના આરાધ્યદેવના ચરણે માથું નમાવવા પહોંચી જતા હોય છે.
આવી જ રીતે મોગલ ધામ ખાતે પણ રોજેરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. માતા મોગલ ને જ્યારે કોઈ દિલથી યાદ કરે છે ત્યારે તેને અચૂક ફળ મળે છે. પછી ભક્તો ગમે એટલો દૂર રહેતો હોય તેને માતાનો પરચો મળે જ છે. માતા મોગલ ને યાદ કરનાર કોઈપણ ભક્તોની મનોકામના અધૂરી રહેતી નથી.
ઘણા લોકો તો એવા હોય છે જેમના જીવનના મોટા સંકટ જ્યારે દૂર થઈ જતા હોય છે ત્યારે તેઓ માતાનો ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કરી દેવા તૈયાર થઈ જાય છે. આવા લોકો મણીધર બાપુને પણ મળે છે પરંતુ મણિધર બાપુ એક પણ રૂપિયો સ્વીકારતા નથી તેઓ બસ બધાને એક જ સંદેશ આપે છે કે માતાને પૈસાની જરૂર નથી ભક્ત માતાનું સ્મરણ કરે તેનાથી જ માતા પ્રસન્ન રહે છે.
આમ તો આવી રીતે હજારો ભક્તો મોગલ ધામ આવે છે પરંતુ તાજેતરમાં જુનાગઢ થી એક મહિલા જેમનું નામ કુંતીબેન છે તેઓ માનતા પૂરી કરવા આવ્યા હતા. તેઓ પોતાની સાથે 3,600 અને ચાંદીનું છત્ર લાવ્યા હતા. આ બંને વસ્તુ તેને મંદિરમાં ચડાવવી હતી. તેથી તેઓ મણીધર બાપુને મળ્યા.
મહિલાની શ્રદ્ધા અને માતાજીમાં વિશ્વાસ જોઈને મણીધર બાપુએ ચાંદીનું છત્ર મંદિરમાં ચડાવવા માટે સ્વીકારી લીધું પરંતુ મહિલાએ ધરાવેલા રૂપિયા તેણે પરત કરી દીધા. તેમને કહ્યું કે તેમના ઘરની દીકરીઓને આ રૂપિયા અડધા અડધા કરીને આપી દેવામાં આવે.