જ્યારે ડોક્ટરોની દવા કામ કરતી નથી ત્યારે પરિજનોની દુઆ કામ કરતી હોય છે. ઘણા લોકો એવા હોય છે જે બીમારીને દૂર કરવા માટે લાખો રૂપિયાની દવા કરતા હોય છે પણ બીમારીનો ઈલાજ થઈ શકતો નથી. આવા સમયે કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી માનતા રાખે તો પણ સમસ્યા પડવારમાં દૂર થઈ જતી હોય છે.
આવી જ એક ઘટના મોગલ ધામ ખાતે તાજેતરમાં બની. અહીં એક વ્યક્તિ પોતાનું દુઃખ લઈને દર્શન કરવા આવ્યો હતો. તે મણીધર બાપુને મળ્યો અને પોતાની આપ વીતી જણાવી. તેણે જણાવ્યું કે થોડા સમય પહેલા તેને છાતીમાં દુખાવાની સમસ્યા હતી.
આ સમસ્યા માટે તેને લાખો રૂપિયાના ખર્ચે અનેક ડોક્ટરો પાસે દવા કરાવી પરંતુ તેને કોઈપણ રીતે સારું થતું ન હતું. દવાઓ કરાવીને કંટાળેલા વ્યક્તિએ માતા મોગલ ને યાદ કરીને મનોમન નક્કી કર્યું કે તેની છાતીનો દુખાવો મટી જશે તો તે માતાના ચરણોમાં 1100 રૂપિયા ધરાવશે. માનતા રાખવાની સાથે જ થોડા દિવસોમાં તેને સારું થવા લાગ્યું.
શરીર સ્વસ્થ થઈ જતા વ્યક્તિ તુરંત જ કબરાઉ ધામ આવ્યો અને માતાના દર્શન કરી મણીધર બાપુ ને 1100 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને કહ્યું કે આ રૂપિયા તેની દીકરીને આપી દેવામાં આવે.