માતા મોગલ ની માનતા રાખવાથી ભક્તોના મોટા મોટા દુઃખ પણ દૂર થઈ જતા હોય છે. આવા અનેક કિસ્સા અત્યાર સુધી તમે સાંભળ્યા હશે કે માતા મોગલ ની માતા રાખવાથી ઈચ્છા પૂરી થઈ હોય અને પછી ભક્તો મોગલ ધામ દર્શન કરવા આવ્યા હોય.
ઘણા ભક્તોના જીવનમાંથી તો એટલા મોટા સંકટ માતાએ દૂર કર્યા છે કે તેના કારણે ભક્તો માતાના ચરણોમાં હજારો રૂપિયા ધરી દેવા પણ તૈયાર હોય છે. પરંતુ મોગલ ધામમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી મણીધર બાપુ ભક્તોને તે ધરાવે તેના કરતાં વધારે જ પરત કરે છે.
માતાજીની માનતા રાખવાથી આ ચમત્કાર થાય છે તેનું મુખ્ય કારણ હોય છે ભક્તોની માતા પ્રત્યેની શ્રદ્ધા. આવી જ શ્રદ્ધાનું ઉદાહરણ ફરી એકવાર મોગલ ધામમાં જોવા મળ્યું. અહીં એક ભક્ત માતાના ચરણે આવીને નકમસ્તક થયો હતો. સાથે જ તે મણીધર બાપુને પણ મળ્યો.
યુવા કે જણાવ્યું કે તે ગોંડલના ગુંડરા ગામનો રહેવાસી છે. થોડા દિવસ પહેલા તેમને શરીરમાં અસહ્ય દુખાવો અને ખૂબ જ પીડા રહેતી હતી. તેને અનેક ડોક્ટરો બદલ્યા અને ખૂબ જ દવા કરી પરંતુ તેને કોઈપણ પ્રકારનો ફેર જણાતો ન હતો. તેની કરોડ રજુમાં સમસ્યા થઈ ગઈ હતી અને તેનો ઈલાજ થઈ શકે તેમ ન હતું.
આ પીળા દરમિયાન એક દિવસ તેને માતા મોગલ નો વિડીયો જોયો અને મનોમન માનતા રાખી કે તેની બીમારી દૂર થઈ જશે તો તે માતાના ચરણોમાં દર્શન કરવા આવશે અને માનતા પૂરી કરશે. આ વાતને થોડા જ દિવસો થયા કે વ્યક્તિની સમસ્યા કાયમ માટે દૂર થઈ ગઈ.
દુખાવો એકદમ દૂર થઈ ગયો હતો તે વ્યક્તિ ગોંડલ થી કચ્છ પહોંચ્યો અને મંદિરમાં 21 હજાર રૂપિયા ધરાવ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને પૈસા પરત કરી કહ્યું કે આ રૂપિયા તેની દીકરીને આપી દેવામાં આવે.