ચાર દિવસથી બંધ હતી ટ્રાવેલ્સ, ડ્રાઇવરે બસ ખોલી કે જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને આંખે આવી ગયા અંધારા

મધ્યપ્રદેશના જબલપુર માંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં જબલપુર માંથી દિન દયાળ બસ સ્ટેશન પરથી રોજ હજારો બસ અવરજવર કરતી હોય છે. આ બસ સ્ટેન્ડમાં બસ માટેનું પાર્કિંગ પણ છે. જેમાં કેટલીક બસને પાર્ક કરી દેવામાં આવતી હોય છે. જ્યારે તેની જરૂર હોય ત્યારે તેને ત્યાંથી કાઢવામાં આવે છે. ઘણી બસ અહીં દિવસો સુધી પડી રહે છે.

આવી જ રીતે એક બસનું અહીં પાર્કિંગ કરવામાં આવ્યું હતું. ચાર દિવસ પછી જ્યારે બસનું બુકિંગ થયું તો તેનો ડ્રાઇવર બસ લેવા બસ સ્ટેન્ડ પહોંચ્યો. જ્યારે તે બસ પાસે આવ્યો તો ત્યાંથી ખૂબ જ વિચિત્ર દુર્ગંધ આવી રહી હતી .

ડ્રાઇવર એ પહેલા તો બસની આસપાસ જોયું કે તેની આસપાસ કોઈ વસ્તુ છે કે કેમ. તેને બસની બાજુમાં તો કોઈ વસ્તુ દેખાય નહીં તેથી તેણે પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ચાર દિવસથી તેની બસ પાર્ક કરેલી પડી હતી અને તેને એક મુસાફરી મળતા તેને બે કલાકની અંદર જ રવાના થવાનું હતું.

બસમાં જે લોકોને મુસાફરી કરવાની હતી તે લોકો પણ ત્યાં પહોંચવા લાગ્યા તેથી ડ્રાઇવર એ બસનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ ભયંકર દુર્ગંધ આવવા માંડી તેથી ડ્રાઇવર અને કંડકટરને શંકા ગઈ. તેમણે બસનું ચેકિંગ શરૂ કર્યું. ત્યારે એક સોફાની બારી બંધ જોવા મળી. તેણે સોફા નો દરવાજો ખોલ્યો તો ડ્રાઇવર અને કંડકટરને અંધારા આવી ગયા તેવું દ્રશ્ય જોવા મળ્યું.

સોફા નો દરવાજો ખોલ્યો તો જોવા મળ્યું કે સીટ ઉપર એક યુવકની લાશ પડી છે. આ લાશ ચાર દિવસથી બંધ બસમાં હોવાથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી અને મૃતદેહ પણ ફૂલી ગયો હતો જેના કારણે દ્રશ્ય ખૂબ જ ભયંકર થઈ ગયું હતું.

આ વાતની જાણ તુરંત જ પોલીસને કરવામાં આવી અને પોલીસે પૂછપરછ શરૂ કરી.. તેમાં જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલા બસ ને અહીં પાર્ક કરવામાં આવી હતી. ત્યાર પછી આજે મુસાફરી માટે રવાના થવાનું હતું તેથી બસ ખોલી તો તેમાંથી મૃતદેહ મળ્યો. પોલીસે મૃતદેહ નો કબજો લઈને તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી.

Leave a Comment