અંબાલાલ પટેલે કરી તબાહી મચાવે તેવો વરસાદ થવાની આગાહી, જાણો કઈ તારીખો દરમિયાન ગુજરાત પર વરસશે આકાશી આફત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાદરવા મહિને પણ વરસાદ ભરપુર વરસી રહ્યો છે. હવે જેમ જેમ નવરાત્રી નો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ લોકો પણ ઈચ્છે છે કે વરસાદ હવે ખમૈયા કરે. પરંતુ લોકોની ચિંતા વધારે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
હવામન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીના નવે નવ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વાતથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે તેવામાં ગરબાના ચાહકો માટે ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રિના નવે નવ દિવસ વરસાદ થશે.
અંબાલાલ પટેલ ના જુનાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ખાસ કરીને 23 સપ્ટેમ્બર થી ચારેય તરફ વરસાદી વાતાવરણ હશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકશે.
નવરાત્રી ના તહેવારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં જ્યારે નવરાત્રી શરૂ થશે ત્યારે પણ ચોમાસું હશે તેથી વરસાદ થઈ શકે છે. આ વર્ષે ચોમાસુ 15 દિવસ ખેંચાયું છે જેના કારણે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.