11000 રૂપિયા લઈને મહિલા પહોંચી માતા મોગલના ચરણે… મંદિરમાં પહોંચી અને થયુ કંઈક આવું

થોડા સમય પહેલા એક મહિલા જે કેનેડાથી આવી હતી તે કચ્છના કબરાઉ ધામ ખાતે દર્શન કરવા આવી હતી. મહિલા સાથે તેની દીકરી હતી અને તે મોગલ ધામમાં ધરાવવા માટે અગિયાર હજાર રૂપિયા અને ચાંદીનું છતર લઈ આવી હતી. તેની જીત હતી કે આ બધી વસ્તુ તે મંદિરમાં ચડાવશે જ.

ત્યારે આ મહિલાને મણીધર બાપુ મળ્યા અને તેને સમગ્ર વાત વિશે પૂછ્યું. ક્યારે મહિલાએ જણાવ્યું કે તે પોતાની દીકરી સાથે દર્શન કરવા માટે કેનેડાથી આવી છે. તે મહિલાની દીકરીને ઘણા સમયથી કાનમાં તકલીફ હતી. આ તકલીફ વધી ન જાય અને તેને સારું થઈ જાય તે માટે તેને મોગલ માં ના દર્શન કરવાની માનતા રાખી હતી.

માનતા રાખ્યાના થોડા જ દિવસોમાં તેની દીકરીના કાનનો દુખાવો દૂર થઈ ગયો અને તકલીફ પણ મટી ગઈ. એટલે તે તુરંત જ 11000 અને ચાંદીનું છતર ચડાવવા માટે કચ્છ પહોંચી ગઈ. પરંતુ મણીધર બાપુ ક્યારેય કોઈના રૂપિયા સ્વીકારતા નથી.

તેથી પહેલા મણીધર બાપુએ મહિલાએ આપેલા 11 હજાર રૂપિયા હાથમાં લીધા અને તેની ઉપર એક રૂપિયો મૂકીને તે પરત આપી કહી દીધું કે આ રૂપિયા તેની દીકરીને આપી દેવામાં આવે. સાથે જ મણીધર બાપુએ ચાંદીનું છતર પણ પાછું આપી દીધું. તેમણે કહ્યું કે આ ચાંદીનું છત્તર તેમના કુળદેવીના મંદિરે અર્પણ કરવામાં આવે.

મણીધર બાપુએ જણાવ્યું કે માતા મોગલ પર વિશ્વાસ રાખવો જ જરૂરી છે તેમના પરચા અપરંપાર છે અને મનોકામના પૂર્ણ કરવા માટે રૂપિયા ધરવાની જરૂર નથી કારણ કે તેની માનતા માતાજીએ સ્વીકારી લીધી છે.

Leave a Comment