પિતાને કેન્સલ થયું તો દીકરાએ રાખી મોગલ માની માનતા, એક મહિનાની સારવાર પછી રિપોર્ટ કરાવ્યા તો થયું આવું

માતા મોગલ ને જ્યારે પણ ભક્ત દિલથી યાદ કરે છે તો માતા હાજરાહજૂર થઈ જાય છે અને તેની મદદ કરે છે. માતા મોગલ ભાવના ભૂખ્યા છે. જે પણ ભક્ત તેમના પર શ્રદ્ધા રાખે અને વિશ્વાસ રાખે તેમની તકલીફ તુરંત જ દૂર થઈ જાય છે. માતા મોગલ 18 વરણ ની માતા કહેવાય છે. તેમને યાદ કરવા માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે.

આવી જ રીતે મોગલ ધામમાં એક યુવક 5000 રૂપિયા લઈને માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. આ યુવકે માનતા રાખી હતી કે તેના પિતાના રિપોર્ટ સારા આવે અને એક જ મહિનાની સારવાર પછી પિતાના રિપોર્ટ સારા આવી ગયા.

મોગલધામ આવ્યો અને મણીધર બાપુને મળી સમગ્ર વાત જણાવી. તેને જણાવ્યું કે તેના પિતાને કેન્સર થયું હતું. તેમના રિપોર્ટ આવ્યા ત્યારથી બધા જ ચિંતામાં હતા અને તેમની સારવાર શરૂ થઈ.

ત્યારે દીકરાએ માનતા રાખી હતી કે તેના પિતાના રિપોર્ટ સારા આવશે તો તે મોગલ ધામ દર્શન કરવા આવશે. તેવામાં એક જ મહિનાની સારવારમાં તેના પિતાનો રિપોર્ટ સારા આવી ગયા.

યુવક સમજી ગયો કે આ બધું જ માતા મોગલના આશીર્વાદથી થયું છે. તે તુરંત જ પિતાની સારવાર કરીને પિતા સાથે મોગલ ધામ દર્શન કરવા આવ્યો અને મણીધર બાપુને 5000 રૂપિયા આપ્યા. પરંતુ મણીધર બાપુએ કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે અને આ રૂપિયાની જરૂર નથી. બસ આવનારા સમયમાં પણ માતા મોગલ પર આવી જ શ્રદ્ધા રાખજો.

Leave a Comment