આ હનુમાન મંદિર છે અનોખું, અહીં આવેલા પથ્થર પર બેસીને જે પણ માનતા રાખો તે થાય છે પૂરી

ગુજરાતમાં હનુમાનજીના હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. હનુમાનજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તો રોજ હનુમાનદાદાના દર્શન કરવા જાય છે. આપણે ત્યાં અનેક એવા ચમત્કારી મંદિરો પણ આવેલા છે જ્યાં ભક્તોએ ભગવાનની હાજરીની અનુભૂતિ કરી હોય. આવું જ એક મંદિર વડોદરામાં પણ આવેલું છે.

વડોદરાના ગોધરા રોડ ઉપર હનુમાનજીનું ચમત્કારી મંદિર આવેલું છે. આ મંદિરને ખડકી હનુમાન દાદા તરીકે ઓળખાય છે. આ મંદિરની એક વિશેષતા છે. અહીં જે પણ મનોકામના રાખવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે.

આ મંદિરની અંદર બે ચમત્કારી પથ્થરો છે. આ પથ્થર પર બેસીને ભક્તોએ પોતાની મનોકામના ભગવાનને જણાવવાની હોય છે. ભક્તો જે પણ માનતા આ પથ્થર પર બેસીને રાખે છે તે ભગવાન પૂરી કરે છે. હા વિશેષતા ના કારણે આખા ગુજરાતમાં આ મંદિર ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે.

આ મંદિરની અન્ય એક વિશેષતા એ પણ છે કે જ્યારે કોઈ ભક્ત પથ્થર પર બેસીને પોતાની મનોકામના વ્યક્ત કરે છે ત્યારે પથ્થર આપ મેળે ગોળ ફરવા લાગે છે એટલે કે તે વ્યક્તિની મનોકામના અચૂક પૂરી થાય છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને પથ્થર પર બેસીને મનોકામના વ્યક્ત કરે છે.

અહીં આવનાર ભક્તો પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. લોકોનું પણ માનવું છે કે આ પથ્થર પર બેસીને તેમણે રાખેલી મનોકામના પૂરી થઈ છે તેથી હવે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા અને માનતા પૂરતી માટે આવે છે. શનિવારના દિવસે અહીં વિશેષ પૂજા અર્ચના થાય છે અને તેમાં હજારો ભક્તો ઉમટે છે.

આ મંદિરમાં લોકોની સંતાન પ્રાપ્તિની, લગ્નની, નોકરીની વગેરે માનતાઓ પૂરી થઈ છે.

Leave a Comment