હરિયાણાના કરનારલ જિલ્લામાં ગોંદલ નામનું ગામ આવેલું છે. અહીં 29 વર્ષની મહિનાના લગ્ન આઠ વર્ષ પહેલાં સુનિલ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆત થઈ ત્યારથી જ સુનીલ દરેક વાતમાં પત્નીને રોકટોક કરતો. વાત કોઈપણ હોય તે પોતાની પત્નીને બદલે પરિવારનો જ સાથ આપતો.
ધીરે ધીરે પરિવારમાં બધા જ લોકો મીના સાથે અન્યાય કરવા લાગ્યા. એક દિવસ મીનાના હાથમાંથી મોબાઈલ ફોન પડી અને તૂટી ગયો તો સુનીલ એટલો ગુસ્સે ભરાયો કે મીનાને ઢોર માર માર્યો. તે ફોન મીના ના પતિએ તેની બહેન માટે લીધો હતો.
ફોન માટે મીના ને માર મારવાની સાથે સુનિલે અપશબ્દો પણ કહ્યા. લગ્ન થયા ત્યારથી આઠ વર્ષ સુધી પતિના મહેણાં ટોણા સાંભળીને મીના ખૂબ જ કંટાળી ગઈ હતી. તેને આ ત્રાસથી કંટાળીને એક દિવસ તેના ભાઈને ફોન કર્યો અને ફોન ઉપર તેની આપવીતી જણાવી.
મીનાએ સાંજે 4:30 વાગ્યાની આસપાસ તેના ભાઈને ફોન કર્યો અને કહ્યું હતું કે તેના પરિવારના લોકોને મારવા માંગે છે. તેને પોતાના ભાઈને કહ્યું કે તે જલ્દી સાસરે આવી અને તેને લઈ જાય કારણ કે તેના સાસરાવાળા નો ત્રાસ હવે વધી ગયો છે અને બધા ભેગા થઈને તેને મારી નાખશે.
ફોન મૂક્યા પછી તુરંત જ તેનો ભાઈ તેને લેવા માટે નીકળી ગયો. સાડા પાંચ આસપાસ મીનાના ભાઈ ને સુનિલ નો ફોન આવ્યો કે મીનાય આત્મહત્યા કરી લીધી છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે.
તેનો ભાઈ તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયો અને ત્યાં તેણે પોતાની બહેનને મૃત હાલતમાં જોઈ. આ માવલી મીનાના ભાઈએ તુરંત જ પોલીસને પોતાની બહેનના છેલ્લા ફોન વિશે જણાવ્યું અને બહેનના સાસરા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી.