જેસલ તોરલની સમાધિ સાથે જોડાયેલી છે દુનિયાના અંતની લોકવાયકા, જાણો શું છે આ કથા

જેસલ જાડેજા ખૂબ જ પ્રખ્યાત છે. તેની અને સતી તોરલની એક કથા પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેસલ નો જન્મ 14 મી સદીમાં થયો હતો. તેનો જન્મ લાખાજી જાડેજા ના પરિવારમાં થયો હતો અને તેને અંજાર તાલુકા નું એક ગામ વારસામાં મળ્યું હતું. પરંતુ વારસામાં વાંધો પડતા જેસલ બહારવટ ચડ્યું. જોતજોતામાં સમગ્ર કચ્છમાં જેસલ જાડેજાની બીક ઊભી થઈ ગઈ.

એક દિવસ જેસલ જાડેજા તેના ભાભીના કઠો વચન સાંભળીને ઘરેથી નીકળી ગયો અને સૌરાષ્ટ્ર તરફ આવ્યો. અહીં સૌરાષ્ટ્રના જાણીતા સાતત્ય કાઠીની ભજન મંડળી ચાલી રહી હતી. તેણે તેના વિશે જાણ્યું તો સાંભળ્યું કે સાસતિયા કાઠી જાગીરદાર હતા અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી.

ઘોડીના વખાણ સાંભળીને જેસલ જાડેજા ના મનમાં ઈચ્છા થઈ ગઈ કે તે આ ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરશે. રાતે જ્યારે ભજન મંડળી ચાલી રહી હતી ત્યારે તે ત્યાંથી કાઠીરાજના ગોળાર્ધમાં ઘૂસી ગયો. જ્યાં તોરીને જમીનમાં કિલ્લો ખોલીને બાંધી રાખી હતી.

જેસલ અંદર આવ્યો કે ઘોડીએ ખીલો ખોડાવીને દોડાદોડ શરૂ કરી દીધી. જેના કારણે જમીનમાંથી ખીલો નીકળી ગયો. તેનું રખેવાળ અંદર આવ્યો અને તેણે કિલો ફરીથી જમીનમાં ખોશી દીધો. જોકે તે સમયે જેસલ ત્યાં સુધી છુપાયેલું હતું અને જ્યાંથી લોકો ખોડિયો ત્યાં તેનો હાથ હતો.

પૂજા પાઠ શરૂ થયા પછી બધાનું ધ્યાન પડ્યું કે તોરી ઘોડી ખૂબ જ કુદા કૂદ કરી રહી છે. બધા સમજી ગયા કે અંદર કોઈ છુપાયેલું છે તેમને અંદરથી જેસલ જાડેજા ને શોધીને કાઠી રાજની સામે રજૂ કર્યો. જેસલ એ જણાવ્યું કે તે કચ્છનું બહારવટિયો છે અને તોરીના વખાણ સાંભળીને તેને લેવા તે આવ્યો હતો.

જેસલની વીરતા જોઈને કાઠી રાજે કહ્યું કે આજથી તોરી તારી. જેસલે ગેરસમજ દૂર કરી કે તે કાઠીરાજની ઘોડીની વાત કરી રહ્યો છે. કાઠી રાજે કહ્યું કે ઘોડી પણ એની જ. આમ જેસલ તોરલ અને તોરી ઘોળી બંનેને લઈને કચ્છ તરફ જવા નીકડીઓ.

રસ્તામાં દરિયાનો માર્ગ પાર કરતી વખતે દરિયો તોફાને ચડ્યો. આ તોફાન જોઈને જેસલ જાડેજા પણ ડરી ગયો પરંતુ તોરલ એકદમ શાંતિથી બેઠી હતી. તેના મોઢા પર ડર નહીં પરંતુ તેજ પ્રકાશિત થઈ રહ્યું હતું. આ જોઈને જેસલને પોતાની ભૂલ સમજણી અને તે સતીના ચરણોમાં પડી ગયો.

તેને સતી ને પૂછ્યું કે આટલા તોફાન વચ્ચે તે આટલા શાંત કેમ છે અને તેને ડર કેમ નથી લાગતો. ત્યારે સતી તોરલે તેને જ્ઞાન આપ્યું. સતી તોરલના મોઢે સમગ્ર બાદ સાંભળીને જેસલ જાડેજા ની નિર્દયતા અને અભિમાન શાંત થઈ ગયું અને દરિયો પણ શાંત થઈ ગયો. ત્યાર પછી તેઓ સતી તોરલ સાથે સતકર્મ ના માર્ગે ચાલી ગયા.

Leave a Comment