કારની ડેકી ભરાઈ જાય એટલા રૂપિયા લઈને બે વ્યક્તિ દિલ્હીથી આવી રહ્યા હતા અમદાવાદ, રસ્તામાં પોલીસ ચેકીંગ દરમિયાન ખુલી આ પોલ

તાજેતરમાં જ ગુજરાતમાંથી એક ચોખાવનારી ઘટના સામે આવી. સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનની જોડતી રતનપુર બોર્ડર પરથી પોલીસને કારમાંથી દારૂનો જથ્થો મળી આવતો હોય છે. પરંતુ તાજેતરમાં રતનપુર બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન કારમાંથી કરોડોની રકમ મળી આવી.

રતનપુર બોર્ડર ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ૨૪ કલાક તેના જ હોય છે. તેવામાં એક કાર ઉપર શંકા જતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસને જોઈને કારમાં સવારે બે લોકો તુરંત જ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. પોલીસને ખાતરી થઈ ગઈ કે કારમાં કંઈક તો છે.

તેમણે તે લોકોને પકડી અને કારની તપાસ શરૂ કરી. પોલીસ અધિકારીઓની પણ આખો ફાટી ગઈ. કારણકે કારની અંદર 4 કરોડથી વધુની રકમ રાખવામાં આવી હતી. ચાર કરોડથી વધુની રકમના નોટના બંડલ કારની ડેકીમાં રાખી આ લોકો દિલ્હી થી અમદાવાદ જઈ રહ્યા હતા.

પોલીસે કારમાં સવાર બંને લોકોને જ ધરપકડ કરી લીધી. જાણવા મળતી માહિતી અનુસાર કારમાં મહેસાણાના ઊંઝા તાલુકાના કલ્યાણપુરના 46 વર્ષીય નીતિનકુમાર અને 35 વર્ષીય રણજીતસિંહ સવાર હતા જે પાટણ જિલ્લાના હતા.

પોલીસે જ્યારે કારને રોકીને કારની અંદર શું છે તેવો પ્રશ્ન કર્યો ત્યારે બંને યુવકો એકબીજાની સામે જોવા લાગ્યા અને જવાબ આપી શક્યા નહીં. આ વાત પરથી પોલીસને શંકા ગઈ અને તેમણે કારની તલાસી શરૂ કરી.

કારમાં પાછળની સીટની નીચે એક મેટ ઉપર 500 500 રૂપિયાની નોટના બંડલ રાખવામાં આવ્યા હતા. આ સિવાય પાછળની સીટના બોલ ખોલી અને નીચે લોકર બનાવવામાં આવ્યું હતું. જેમાં પણ 500 અને 2000 ની નોટ ના બંડલ રાખવામાં આવ્યા હતા.

પોલીસે કારમાં અલગ અલગ જગ્યાએ છુપાવેલા પૈસા બહાર કાઢ્યા અને ગણતરી કરી તો કુલ રકમ 4,49,99,500 નીકળ્યા.

Leave a Comment