કળિયુગમાં પણ હાજરા હજૂર હોય તેવી માતા મોગલ અત્યાર સુધીમાં હજારો ભક્તોના દુઃખ દૂર કરી ચૂકી છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાના ચરણે નક્કમસ્તક થવા આવે છે.
જે પણ ભક્ત સાચા દિલથી માતાને યાદ કરે છે તેની મનોકામના માતા અચૂક પૂર્ણ કરે છે. વ્યક્તિને જ્યારે માતા મોગલ પર વિશ્વાસ હોય છે તો તેના અણધાર્યા કામ પણ પૂરા થઈ જાય છે.
અશક્ય હોય તેવા કામ પણ શક્ય બન્યા હોય તેવા દાખલા મોગલ ધામના ભક્તો આપે છે. ભક્તો કહે છે કે મોગલ ધામ ખાતે દર્શન કરવાથી જીવન ધન્ય થઈ જાય છે. અહીં માતાની ગાદી મણીધર બાપુ સંભાળે છે. અહીં મણીધર બાપુ માતાના ચરણે આવેલા ભક્તોને સાચો માર્ગ બતાવે છે.
પોતાની માનતા પૂરી કરવા દોઢ લાખ રૂપિયા લઈને થોડા સમય પહેલા એક યુવક અહીં આવ્યો હતો. યુવક આટલા રૂપિયા લઈને મણીધર બાપુને મળ્યો અને તેને કહ્યું કે તેની માનતા પૂરી થઈ છે તેથી તેને આ રૂપિયા માતાના ચરણોમાં અર્પણ કરવા છે.
મણીધર બાપુએ તેને સમજાવ્યું કે આ ચમત્કાર રૂપિયાના કારણે નથી થયો. આ ચમત્કાર થયો તેનું કારણ છે કે તે યુવકને માતાજીમાં શ્રદ્ધા છે. માતામાં રાખેલી શ્રદ્ધાના કારણે તેનું કામ થયું છે અને તેના માટે 1.5 લાખ રૂપિયા મંદિરમાં ધરવાની જરૂર નથી.