રાજ્યમાં પોલીસ બંદોબસ્ત દિવસેને દિવસે ચુસ્ત કરવામાં આવી રહ્યો છે. જાહેર રસ્તા અને હાઇવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. આવું કરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશા નો વેપાર સતત વધી રહ્યો છે. રાજ્યમાં રસીલા પદાર્થોનું વેચાણ અટકે તે માટે પોલીસ ગુનેગારોને ઝડપી લેવા માટે સતત દોડતી થઈ ગઈ છે.
પોલીસની જેમ ગુનેગારો પણ અવનવા કીમી જમાવતા થયા છે. પરંતુ પોલીસની સામે આ બધા જ કીમિયા બેકાર થઈ જાય છે. તાજેતરમાં જ આનંદ ખાતેથી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આણંદ નજીક ગંભીરા ચોકડી નજીક પોલીસ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક કારમાં સવાર ત્રણ લોકોની હિલચાલ શંકાસ્પદ જણાય. પોલીસે તે કાર રોકી અને તેની તલાસી શરૂ કરી.
પોલીસને કારની ડીકી માંથી કેટલોક સામાન મળ્યો. કારની ડીકી માંથી 10 જેટલા કોથળા મળી આવ્યા. આ કોટડામાં વાદળી કલરનો પાવડર ભરેલો હતો. પોલીસને શંકા જણાય તો તેમણે ત્રણ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી. ત્રણેય લોકો જવાબ દેવામાં અચકાઈ રહ્યા હતા તેથી પોલીસની શંકા વધુ વધી ગઈ.
આ ત્રણ લોકો ઝડપાયા તેના થોડા દિવસ પહેલા જ સ્થાનિક કંપની માંથી કેમિકલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસને શંકા ગઈ કે આ ત્રણ યુવકો જ કેમિકલની હેરાફેરી કરી રહ્યા છે.
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ત્રણેય લોકોએ પોતાનો ગુનો કબુલ કરી લીધો. ત્રણેય લોકો બે લાખ જેટલો મુદ્દામાં લઈને ભાગી રહ્યા હતા. આ ત્રણે ગુનેગારો ભરૂચ જિલ્લાના ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.