કમાભાઈ નું નામ હવે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુંજવા લાગ્યું છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય ત્યાં કમાભાઈનું નામ ન આવે તેવું શક્ય નથી. કમાભાઈ તાજેતરમાં જ સુરતની બે દિવસની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેઓ વરાછામાં યોજાયેલા લોક ડાયરામાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ત્યાર પછી બીજા દિવસે કમાભાઈ એક મોબાઇલની દુકાનમાં ગેસ્ટ તરીકે ગયા હતા. અહીં તેમની જોરદાર એન્ટ્રી ના વિડીયો વાયરલ થવા લાગ્યા. કારણ કે કમાભાઈ ખુલ્લી કારમાં બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા હતા. કમાભાઈ સાથે હાથ મિલાવવા અને તેમની સાથે ફોટો પડાવવા માટે લોકોમાં રીતસર પડા પડી થવા લાગી.
કમાભાઈ જે રીતે પ્રખ્યાત થયા છે તેના કારણે હવે ફક્ત ડાયરામાં જ નહીં પરંતુ લોકો તેમને ખાસ મહેમાન તરીકે કાર્યક્રમમાં પણ આમંત્રણ આપવા લાગ્યા છે. કમાભાઈ ને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. ખાસ કરીને છોકરીઓ પણ તેમની સાથે ફોટો પડાવવા માટે પણ આ પડી કરતી વીડિયોમાં જોવા મળે છે.
જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બોલીવુડના કોઈ સુપરસ્ટાર હોય તેવી રીતે કમાભાઈ ખુલ્લી કારમાં એન્ટ્રી કરી રહ્યા છે. મહત્વનું છે કે કમાભાઈને આ બધા જ કાર્યક્રમમાંથી કે ડાયરામાંથી જે પણ રૂપિયા મળે છે તેવું તે ગૌશાળામાં દાન કરી દે છે.
આ પહેલા કમાભાઈને ડાયરામાં ધુણાવવા મુદ્દે કિર્તીદાન ગઢવીએ પણ એક મહત્વની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ બાળકોને પ્રેમ કરવો જોઈએ તેમનો મિસ યુઝ કરવો ન જોઈએ. ત્યાર પછીથી કમાભાઈ ને સતત લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે.