છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.. ઘણા કિસ્સામાં અકસ્માત વાહન ચાલકોની બેદરકારીના કારણે થતા હોય છે. આવી ઘટનાઓમાં જ્યારે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે એક આખો પરિવાર વિખાઈ જાય છે. કેટલીક ઘટનાઓમાં મોટા વાહનના ચાલકો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેના કારણે સ્કૂટર કે બાઈક પર સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય.
આવો જ એક અકસ્માત પાલનપુરમાં થયો હતો. આ અકસ્માતના સીસીટીવી પર સામે આવ્યા હતા. સીસીટીવી માં જે રીતે અકસ્માત થતો જોવા મળે છે જે તેને જોઈને નબળા લોકોના હૃદય પણ ધ્રુજી જાય. વીડિયોમાં જોવા મળે છે કે એક માતા અને પુત્ર એકટીવા પરથી પસાર થઈ રહ્યા છે. તેમની પાછળ જ એક ટેન્કર આવી રહ્યું છે.
ટેન્કર ચાલક એકટીવા ની નજીક પહોંચે છે કે બંને વચ્ચે અથડામણ થઈ જાય છે અને ગંભીર અકસ્માત સર્જાઈ જાય છે. અકસ્માતમાં ટેન્કરના પૈડા એકટીવા ચાલક માતા અને પુત્ર પર ફરી વડે છે અને બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. જ્યારે આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થાય છે તો તુરંત જ તેઓ ઘટના સ્થળે પહોંચી જાય છે.
પરિવારના અન્ય સભ્યો ઘટના સ્થળ પર પહોંચીને માતા અને પુત્રના જે રીતે મૃતદેહ જુએ છે તેને જોઈને હૈયાફાટ રૂદન કરતા હોય છે. પરિવારજનોનું આક્રમ જોઈને અજાણ્યા લોકો પણ રડી પડ્યા હતા. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા.
પોલીસ તપાસમાં વધુ જાણકારી એવી પણ સામે આવી છે કે માતા પોતાના પાંચ વર્ષના દીકરાને લેવા સ્કૂલે ગઈ હતી અને ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમયે ટેન્કરે મૃતક રેણુકાબેન રાવલ અને તેના દીકરા કલ્પને અડફેટે લીધા. આ ઘટનામાં ઘટના સ્થળ પર જ માતા અને પાંચ વર્ષના પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.