નિતીન જાની એટલે કે ખજૂર ભાઈ છેલ્લા કેટલાક સમયથી તેના સેવાકીય કાર્યોને લઈને ખૂબ જ લોકપ્રિય થયા છે અને ચર્ચામાં પણ રહે છે. નાનકડું બાળક દુઃખી હોય કે મોટા વ્યક્તિ ખજૂર ભાઈ કોઈના દુઃખ જોઈ શકતા નથી અને તેમને મદદ કરવા પહોંચી જાય છે.
ખજૂર ભાઈ ને જ્યારે ખબર પડે છે કે કોઈ ગરીબ પરિવાર મુશ્કેલીમાં છે તો તેની તમામ મુશ્કેલી દૂર કરવા માટે તેઓ હાજર થઈ જાય છે. સેવાકીય કાર્યો કરવા માટે તેમણે ગુજરાતમાં જાની દાદા નામનું ફાઉન્ડેશન પણ ચાલુ કર્યું છે. જેમાં તેઓ લોકોની મદદ કરે છે. તેઓ એવા લોકોની પણ મદદ કરે છે જેમની આગળ પાછળ કોઈ હોતું નથી અને જીવન જીવવું તેમના માટે મુશ્કેલ હોય છે
અત્યાર સુધીમાં અનેક લોકોને નીતિન જાણીએ ઘર બનાવીને આપ્યા. તાજેતરમાં જ બનાસકાંઠાથી એક આવાજ સમાચાર મળ્યા કે એક ચાર વર્ષની નાની દીકરી નું ઘર પડી ગયું હતું અને તેના માતા પિતા પાસે ઘર બનાવવાના પૈસા ન હતા. ત્યારે ખજૂર ભાઈએ તેનું ઘર બનાવવા માટે મદદ કરી અને તેઓ ત્યાં પહોંચી ગયા.
આ કામમાં ખજૂર ભાઈને ત્યાંના કેટલાક કારીગરો મદદ કરી રહ્યા હતા. આ કારીગરો માંથી એક કારીગરનું અકસ્માતમાં મોત થતા તેનો પરિવાર નિરાધાર બની ગયો. જ્યારે નીતિનભાઈ ને ખબર પડી કે તેની સાથે કામ કરનાર એક કારીગરનું મોત થયું છે અને પરિવાર નિરાધાર થયો છે ત્યારે તેઓ કારીગરના પરિવારને મદદ કરવા પણ પહોંચી ગયા. તેમણે તે કારીગરના પરિવારને ₹2 લાખ 21 હજાર રૂપિયા આપ્યા અને સાંત્વના પાઠવી.
જોકે નવાઈની વાત તો એ છે કે આ પરિવાર એ મદદ માટે ખજૂર ભાઈનો સંપર્ક પણ કર્યો ન હતો પરંતુ જ્યારે ખજૂર ભાઈને ખબર પડી કે તેમની સાથે કામ કરેલા એક કારીગરનું મોત થયું છે તો તેઓ જાતે જ મદદ કરવા પહોંચી ગયા.