આપણી આસપાસ એવા અનેક મંદિરો આવેલા છે જેનો મહિમા અલગ હોય છે. અહીંની માન્યતાઓ તેને અન્ય મંદિર કરતા અલગ પાડે છે. જો કે મંદિર કોઈપણ ભગવાનનું હોય લોકો ની આસ્થા તેને ખાસ બનાવે છે. આજે તમને આવા જ એક અનોખા મંદિર વિશે જણાવીએ.
અલીરાજપુરાના સુંઢિયામાં એક અનોખું મંદિર આવેલું છે. અહીં એવા લોકો માનતા રાખે છે જેમના શરીરના કોઈ ભાગમાં ફેક્ચર થયું હોય. લોકોની માન્યતા છે કે અહીં લાકડાના હાથ પગ કે શરીરના અંગ ચઢાવવાની માનતા રાખવાથી શરીરમાં થયેલા ફ્રેક્ચર મટી જાય છે. અહીં મંદિરમાં સ્થાપિત દેવીને ફ્રેક્ચર દેવી તરીકે સ્થાનિક લોકો ઓળખે છે.
જ્યારે કોઈને હાથ કે પગમાં ફ્રેક્ચર થાય છે તો લોકો અહીં દૂરથી આવે છે દર્શન કરે છે અને ફ્રેક્ચર મટી જાય તેની માનતા રાખે છે. જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય ત્યારે તે અહીં લાકડાના અંગ ચડાવવા આવે છે.
શરીરના જે અંગમાં ફેક્ચર થયું હોય તે મટી જતા લોકો તેવું લાકડાનું અંગ ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવી ચૂક્યા છે.