હનુમાન દાદા અમર દેવ છે. આપણા દેશમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા હશે અને તેમાં સૌથી વધારે કદાચ હનુમાનજીના જ મંદિર હશે. હનુમાનજી ભક્તોના દુઃખ દૂર કરે છે તેથી જ તેમને કષ્ટભંજન કહેવામાં આવ્યા છે. હનુમાન દાદા નું નામ સંકટ સમયે લેવાથી સંકટ ભાગી જાય છે.
આજે તમને એક વિશેષ હનુમાન મંદિર વિશે જણાવીએ. આ મંદિરમાં જે પણ વ્યક્તિ દર્શન કરવા જાય છે તેમને હનુમાન દાદા નો સાક્ષાતકાર થાય છે. આ મંદિરમાં બિરાજતા હનુમાન દાદાની મૂર્તિની આંખ જબકે છે. જી હા જે રીતે આપણે આંખ જબકાવતા હોય છે તેમ આમ મૂર્તિની આંખ પણ ઝબકે છે અને ભક્તોને હનુમાનજી નો સાક્ષાતકાર થાય છે.
હનુમાનજીનું આ અનોખું મંદિર આખલેશ્વર ધામ તરીકે ઓળખાય છે. ખરગોન માં હનુમાન દાદા નું આ મંદિર આવેલું છે. હનુમાન દાદાની આ મૂર્તિની આંખ પલકારા કરતી હોય છે. ઘણા ભક્તો હનુમાન દાદાની આંખના પલકારા ના વિડીયો પણ કેમેરામાં કેદ કરે છે.
હનુમાન દાદા ની આ મૂર્તિ ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હનુમાન દાદા નો આ ચમત્કાર જોઈને ભક્તો તેમનો સાક્ષાતકાર મંદિરમાં હોય તેવી અનુભૂતિ કરે છે. હનુમાન દાદા નો આ વિડીયો વાયરલ થયા પછી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા રોજ આવે છે.
મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જોકે અહીં આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેથી ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં એક જ નહીં પરંતુ ઘણા ચમત્કાર થાય છે અને હનુમાનજી મનની દરેક ઈચ્છા પૂરી કરે છે.
હનુમાનજીના દરવાજે આવેલ કોઈ પણ ભક્તો આજ સુધી ખાલી હાથ પરત ગયો નથી. હનુમાનજી તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.