માતા મોગલ ની માનતા રાખવાથી ભક્તોના મોટા મોટા દુઃખ પણ દૂર થઈ જાય છે. જે પણ વ્યક્તિ માતા મોગલ પર વિશ્વાસ રાખે છે તેનો વિશ્વાસ હંમેશા ખરો ઉતરે છે. માતાને યાદ કરવા માત્રથી જ દુઃખ દૂર થઈ જાય છે. આજ સુધીમાં અનેક ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે.
ઘણા ભક્તોના તો અશક્ય હોય એવા કામ પણ કલાકોમાં જ માતા મોગલ ની માનતા રાખવાથી પૂરા થઈ જાય છે. જ્યારે આવો ચમત્કાર થાય છે તો ભક્તો દૂર દૂરથી માતા મોગલના દર્શન કરવા કબરાઉ ધામ દોડી આવે છે. આવી જ માનતા પૂરી કરવા એક મહિલા મસ્કત થી કચ્છ આવી હતી.
મહિલા પોતાના પતિ સાથે પોતાની માનતા પૂરી થવાની સાથે જ મસ્કતથી નીકળી અને કબરાઉ ધામ માતાના દર્શન કર્યા. જે કામ અશક્ય હતું તે માતા મોગલ ની માનતા રાખવાથી 24 કલાકમાં જ પૂરું થઈ જતા પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું. માતા મોગલ માં મહિલા ને તો શ્રદ્ધા હતી જ પરંતુ આ કામ પૂરું થતાં તેનો પરિવાર પણ માતા મોગલ ને માની ગયો.
મહિલા મસ્કત થી કબરાઉ ધામ આવી અને માતાના દર્શન કર્યા. સાથે જ તેણે મણીધર બાપુના આશીર્વાદ લઈને તેમને 15 હજાર રૂપિયા આપ્યા પરંતુ મણીધર બાપુએ કહ્યું કે, ” તું મારી દીકરી છે અને તારું કામ થઈ ગયું તે માતા પ્રત્યેની તારી શ્રદ્ધા છે, આ રૂપિયા તારી દીકરી ને આપી દેજે માતા એ તારી માનતા સ્વીકારી લીધી. “
સાથે જ મણીધર બાપુએ મંદિરમાં ઉપસ્થિત દરેકને કહ્યું કે માતા મોગલ પર વિશ્વાસ રાખવાથી બધા કામ પૂરા થઈ જાય છે આજ સુધી માતા મોગલ નો કોઈ પણ ભક્ત દુઃખી રહ્યો નથી અને માતા કોઈને દુઃખી રહેવા પણ દેશે નહીં.