ગાંધીનગર નજીક આવેલા ગોગા મહારાજના મંદિરે દર્શન કર્યા ના 12 કલાકમાં જ થાય છે ચમત્કાર

ગાંધીનગર શહેર થી 10 કિલોમીટર દૂર ઉનાવા નામનું ગામ છે. અહીં ગોગા મહારાજ બિરાજે છે. ગોગા મહારાજ નું આ પવિત્ર મંદિર 400 વર્ષ જૂનું છે. મહારાજ અહીં નાગદેવતાના સ્વરૂપમાં બેઠા છે. મંદિર ખાતે એક અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે જેમાં ભગવાન હાજરા હજૂર હોય છે. ગોગા મહારાજને શેષનાગનો અવતાર માનવામાં આવે છે.

કરસન બાપા વર્ષો પહેલા ગાય ચરાવવા માટે ગયા હતા. તેમને તરસ લાગી પણ આસપાસ તેમને પાણી પીવાના મળ્યું નહીં. તેમણે સિકોતર માતાને પ્રસન્ન કર્યા અને માતાએ તેની તરસ છુપાવી. ત્યારથી આ ગામ ગોગા સિકોતર ધામ તરીકે પ્રખ્યાત થયું. અહીં ગોગા મહારાજ છે ઘણા પરચા ભક્તોને આપ્યા છે.

ગામમાં એક ગોવાળ હતો જે ગોગાજી મહારાજ નો પરમ ભક્ત હતો. તેની જીભ ઉપર સતત ભગવાનનું નામ રહેતું. તે સતત મહારાજનું રટણ કરતો. તેવામાં એક દિવસ માલધારી સમાજના વાલજીભાઈએ તેને ધમકાવ્યો. તેઓ ખીજાણા કે તે શા માટે આખો દિવસ ગોગા મહારાજ નું નામ લીધા કરે છે. આ વાતથી નિરાશ થઈને ગોવાળ ત્યાંથી જતો રહ્યો.

ત્યારે ગોગા મહારાજે વાલજીભાઈ નું અભિમાન ઉતારવા નાગ સ્વરૂપે ગામમાં દર્શન દીધા. ગોગા મહારાજનું આ સ્વરૂપ જોઈને વાલજીભાઈ ને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે ગોગા મહારાજની માફી માંગી. ત્યારથી ગામમાં ગોગા મહારાજની સેવાચાકરી શરૂ કરવામાં આવી.

મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાની 12 કલાકમાં જ ચમત્કાર થાય છે.

Leave a Comment