અરવલ્લીમાં મહાદેવનું અનોખું મંદિર આવેલું છે. આ મંદિર એટલા માટે અનોખું છે કે તેના દર્શન કરવા માટે ભક્તોએ એક ગુફામાં 50 ફૂટ નીચે ઉતરવું પડે છે. મુશ્કેલી ભર્યા માર્ગે ઉતરીને પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે.
ઉદયપુર ની સરહદને અડીને આવેલા આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી ન હતી. તેવામાં થોડા દિવસો પહેલા જ કેટલાક યુવાનોએ અહીં 125 કિલો વજનનું શિવલિંગ અને 50 કિલોના નંદીની સ્થાપના અહીં કરી.
અહીં દર્શન કરવા માટે અને પૂજા કરવા માટે ભક્તોને ગુફાની અંદર ઉતરવું પડે છે. ગુફાની અંદર ઉતરવા માટે સાકરો બાંધવામાં આવી છે. સાકરની મદદ થી ભક્તો નીચે ઉતરે છે અને ભગવાનના દર્શન કરે છે.
ભગવાનના દર્શન કરવા માટે અન્ય કોઈ રસ્તો નથી. દર્શન કરવા માટે ભક્તો સાંકળ પકડીને લોખંડની સીડી પર ઉતરે છે અને ચડે છે. અહીં દર્શન કરવા માટે ભક્તોને મુશ્કેલ રસ્તા પરથી પસાર થવું પડે છે. પરંતુ ભક્તો ભોળાનાથના નાદ સાથે આ રસ્તો પણ શાંતિથી પસાર કરી લે છે.
આ મંદિરની આસપાસ નાની નાની ટેકરીઓ આવેલી છે અને આ સમગ્ર વિસ્તાર જંગલથી ઘેરાઈ ગયેલો છે. ચોમાસા દરમિયાન અહીં નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે.
ગુફાની અંદર ભગવાન 10 થી 15 ફૂટ ઉપર બિરાજમાન છે. પત્તુ ત્યાં સુધી પહોંચવા માટે લોખંડની સીડી પર ચડે છે અને દર્શન કરે છે. આ ગુફા ની સામે એક ધોધ વહે છે જે આખો વર્ષ પાણીથી છલોછલ રહે છે.
આ શિવલિંગની સ્થાપના 16 મિત્રોએ સાથે મળીને કરી હતી. આ શિવલિંગ નું વજન 125 કિલો છે અને બધા જ મિત્રોએ સાથે મળીને તેને ગુફામાં ઉપર ચડાવ્યું હતું. આ સોડી મિત્રો પહેલા અહીં દર્શન કરવા આવ્યા હતા પરંતુ અહીં શિવલિંગ કે નંદીનું કોઈ પ્રતીક ન હતું. તેથી તેમને નક્કી કર્યું કે તેઓ અહીં શિવલિંગ અને નંદીની સ્થાપના કરશે.
આ મંદિરમાં બિરાજમાન મહાદેવને તિલકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. માન્યતા છે કે અહીંના રાજાએ શિવજીનો અભિષેક તલથી કર્યો હતો અને ભગવાન પ્રસન્ન થયા હતા. ત્યારબાદ તેને અપાર સંપત્તિનું વરદાન આપ્યું. ત્યારથી અહીં શિવજીને તલ ચડાવવાનું વિશેષ મહત્વ છે. અહીં ભક્તો એક મુઠ્ઠી તલ શિવજી પર ચડાવે છે.