કળયુગના આ સમયમાં અઢાર વરણની માતા કહેવાતા મોગલ માંના પરચા અપરંપાર છે. માતાના પરચા અત્યાર સુધીમાં લાખો ભક્તોને મળ્યા છે. જે પણ વ્યક્તિ માતાના દર્શન કરવા આવે છે તેને માતાનો પરચો મળે જ છે. જે પણ ભક્ત આવે છે તેની ચિંતા માતાજી દુર કરે જ છે. આજ સુધીમાં આવા અનેક ભક્ત માતાના દરબારમાંથી ખુશીઓ લઈને પરત ફર્યા છે.
કબરાઉ ધામ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે. માતા મોગલના દર્શન કરી ભક્તો મણીધર બાપુને પણ મળતા હોય છે. મણીધર બાપુ ઘણીવાર ભક્તોને માતાની પૂજા અર્ચના કરવા વિશે પણ જણાવતા હોય છે. તાજેતરમાં જ એક દિવસ મણીધર બાપુએ આવી જ એક વાત જણાવી છે.
માતા મોગલને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ભક્તએ શું કરવું તે વિશે મણીધર બાપુએ જણાવ્યું હતું. મણીધર બાપુએ કહ્યું હતું કે માતાને સાચા દિલથી યાદ કરવાથી માતા પ્રસન્ન થાય છે.
માતાને પ્રસન્ન કરવા માટે કોઈ વ્રત, ઉપવાસ કરવાની જરૂર નથી. માતા મોગલને ભક્તો ઘરે બેઠા ભક્તિ કરીને પણ પ્રસન્ન કરી શકે છે. આ ઉપાય કરવા માટે માતાજીનો ફોટો ઘરમાં રાખી તેની સામે દિવસો કરવો. સાથે કુળદેવીની પણ પૂજા કરવી. માતા સમક્ષ ગૂગળનો ધૂપ કરવો. ગરીબને કપડાનું દાન કરવું.
મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવી જમાડવા. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.