માતા મોગલે મનની ઈચ્છા કરી પૂરી તો સુરતથી મહિલા પહોંચી કચ્છ દર્શન કરવા… તેને જોઈને મણીધર બાપુએ જે વાત કરી તેને જાણીને ભક્તો પણ બોલી ઉઠ્યા જય માં મોગલ

ગુજરાતના કચ્છ જિલ્લામાં સામખીયાળી થી 40 km દૂર ભચાઉ તાલુકામાં કબરાઉ ધામ આવેલું છે. અહીં માતા મોગલ બિરાજે છે અને દેશ-વિદેશથી અહીં ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તોની માતા મોગલ પર આસ્થા એવી છે કે જ્યારે પણ તેમના મનની ઈચ્છા પૂરી થાય છે ત્યારે લોકો અહીં દૂર દૂરથી દર્શન કરવા દોડી આવે છે.

મોગલ ધામ દર્શન કરવા આવેલા અનેક ભક્તોને એવા ચમત્કારિક પરચા મળ્યા છે કે જેને સાંભળીને કોઈપણ વ્યક્તિ બોલી ઉઠે જય માં મોગલ… અનેક કિસ્સા એવા હોય જેમાં તો અશક્ય કામ હોય પરંતુ માતા મોગલ ની માનતા રાખવાથી તે કલાકોમાં પૂરા થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ભક્તો ગમે એટલા દૂર હોય ત્યાંથી તેઓ કચ્છ આવીને માતાના દર્શન કરે છે.

આવું તાજેતરમાં જ થયું હતું જ્યારે સુરત જિલ્લામાં રહેતા દયાબેન હીરપરા જેવો લેવા પટેલ સમાજમાંથી આવે છે તેઓ પોતાના પતિ અને પરિવાર સાથે સુરત થી સીધા જ કચ્છ આવી પહોંચ્યા. દયાબેન ના પતિનો ધંધો બરાબર ચાલતો ન હતો અને આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી હતી.

તેવામાં તેમણે માતા મોગલ ની માનતા રાખી અને માનતા રાખ્યાના એક જ મહિનાની અંદર માતાજીએ પરચો બતાવ્યો. તેમના પતિનો ધંધો જોરદાર રીતે ચાલવા લાગ્યું અને મહિલાની માનતા સફળ થઈ ગઈ. માનતા પૂરી થતાં જ બીજા મહિને મહિલા પોતાના પતિ અને સંતાન સાથે કબરાઉ ધામ પહોંચી.

તેમણે અહીં મણીધર બાપુને વાત કરી અને સાથે જ 5100 પણ ધરાવ્યા. મોગલ ધામમાં બિરાજેલા મણીધર બાપુએ 5100 હાથમાં લઇ તેની ઉપર એક રૂપિયો મૂકીને દયાબેનને પરત કરી દીધા. તેમણે કહ્યું કે તેને માનતા પૂરી થઈ ગઈ છે. માનતા પૂરી કરવા માટે રૂપિયા આપવાની જરૂર નથી.

સાથે જ તેમણે માતા મોગલ ની પ્રસાદી રૂપે એક સાડી પણ મહિલાને ભેટ આપી. બાપુએ કહ્યું કે આ સાડી તેઓ પોતે જ રાખે અને બીજા કોઈને પહેરવા ન આપે માતા મોગલ ની કૃપા તેમના અને તેમના પરિવાર પર હમેશા રહેશે….

Leave a Comment