અંધ માતા માટે 20 વર્ષથી શ્રવણકુમાર બનીને ફરતો હતો આ વ્યક્તિ, જાણો કારણ

બોલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેર એ તાજેતરમાં જ એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી. તેણે જે તસવીર શેર કરી હતી તે કૈલાસગીરી બ્રહ્મચારીની હતી. અનુપમ ખેરે તસવીર શેર કરીને સાથે લખ્યું હતું કે તે આ વ્યક્તિને મદદ કરવા માંગે છે અને તેની તીર્થયાત્રાનો સમગ્ર ખર્ચ પણ પોતે ઉઠાવવા ઈચ્છે છે. અનુપમ ખેરે એક અજાણ્યા વ્યક્તિ માટે આવી વાત એટલા માટે કરી હતી કે આ વ્યક્તિ તેની માતાને પોતાના ખભા પર બેસાડીને તીર્થયાત્રા કરાવી રહ્યો છે

ચેતસવીર સામે આવી છે તેમાં કૈલાશ એક લંગોટી પહેરીને જોવા મળે છે. તેણે ખભા ઉપર મોટા વાસમાં બે તરફ ટોપલીઓ બાંધેલી છે. એક તરફ જરૂરી સામાન છે અને બીજી તરફની ટોપલીમાં તેની માતાને બેસાડવામાં આવી છે. કૈલાશ ગીરી બ્રહ્મચારી ની માતા અંધ છે. પણ તેની ઈચ્છા હતી કે તે ભારતના અલગ અલગ મંદિરોના દર્શન કરે. તેથી કૈલાસગીરી તેની માતા માટે શ્રવણ કુમાર બની ગયો. તેણે આ કાવડ બનાવી તેમાં પોતાની એસી વર્ષની અંત માતાને બેસાડીને વિવિધ મંદિરોની મુલાકાત લેવાની શરૂઆત કરી.

જાણીને નવાઈ લાગશે કે તે છેલ્લા 20 વર્ષથી પોતાની માતાને ખભા પર બેસાડીને વિવિધ મંદિરે દર્શન કરવા લઈ જાય છે. આ તસ્વીર શેર કર્યા ની સાથે અનુપમ ખેરે લખ્યું હતું કે, તસવીરમાં જે દેખાય છે તે પૂરતું છે… સાથે તેમણે એવું પણ લખ્યું હતું કે જો કોઈ આ વ્યક્તિના સંપર્કમાં આવે તો તેની જાણકારી અનુપમ ખેરને પણ આપવામાં આવે. અનુપમ ખેર તેને આજીવન દેશમાં કોઈપણ તીર્થ યાત્રા કરવા માટે ફંડ પૂરું પાડશે.

Leave a Comment