અમદાવાદ થી મોગલ ધામ આવેલા મહિલાએ મણીધર બાપુના ચરણોમાં મૂક્યા આટલા હજાર… ત્યારે મણીધર બાપુએ કહ્યું

માતા મોગલ ને યાદ કરીને જ્યારે પણ ભક્તો કોઈ મનોકામના વ્યક્ત કરે છે તો તે અચૂક પૂરી થાય છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે લોકો માતાનો ચરણે દર્શન કરવા દોડી આવે છે. ઘણા ભક્તોના એવા અશક્ય કામ માતાએ પૂરા કર્યા છે કે ત્યાર પછી લોકો હજારો રૂપિયા માતા ના ચરણોમાં ધરી દેતા હોય છે.

પરંતુ મોગલ ધામ ખાતે એક પણ રૂપિયાનું દાન સ્વીકાર કરવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ કહે છે કે ભક્તોએ માતા પર વિશ્વાસ રાખવો જ જરૂરી છે પૈસા દરવા જરૂરી નથી. લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા માતા મોગલ સાથે જોડાયેલી છે.

મોટી સંખ્યામાં ભક્તો કચ્છના કબરાઉમાં બિરાજતા માતાના દર્શન કરવા આવે છે. અહીં આવનાર વ્યક્તિ ક્યારેય દુઃખી મનથી પરત ફરતો નથી. વર્ષ દરમિયાન અહીં લાખો લોકો દર્શન કરે છે.

તાજેતરમાં જ એક મહિલા ભક્તો જેનું નામ મનીષાબેન પટેલ છે તેઓ અમદાવાદથી કચ્છ આવ્યા હતા. તેમની માનતા પૂરી થઈ હતી તેથી તે દર્શન કરવા આવ્યા હતા. તેઓ અહીં મણીધર બાપુને પણ મળ્યા અને તેમના ચરણોમાં 5000 રૂપિયા મૂક્યા. મણીધર બાપુએ પૂછ્યું કે તેનું કેવું કામ થયું છે.

ત્યારે મહિલાએ કહ્યું કે તેનું એક એવું અશક્ય કામ પૂરું થયું છે જેની તેને કલ્પના જ ન હતી. માતા મોગલ ને તેણે યાદ કર્યા અને તેની ઈચ્છા પૂરી થઈ ગઈ. ત્યારે મણીધર બાપુએ ₹5,000 ઉપર એક રૂપિયા મૂકીને કહી દીધું કે માતાએ તેની માનતા 51 ગણી સ્વીકારી લીધી છે પણ આ રૂપિયાની જરૂર નથી.

Leave a Comment