આ ગામમાં એકસાથે સાત દીકરીઓની ઉઠી અર્થી… આખું ગામ હિબકે ચડ્યું

બિહારના એક ગામમાંથી એવી ઘટના સામે આવી છે કે જેના વિશે જાણીને ભલભલા લોકો રડી પડે. હવે દરેક ઘરમાં દિવાળીના દિવસોની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં આ સમય દરમિયાન બિહારમાં એક વ્રત કરવામાં આવે છે.

આ વ્રત દરમિયાન ઉપવાસ રાખીને પૂજા કરવાની હોય છે. ત્યાર પછી પૂજામાં વપરાયેલી વસ્તુને અને મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવાની હોય છે.. આ વિસર્જન સમયે એવી ઘટના બની કે જેના કારણે આખું ગામ હિબકે ચડ્યું.

વ્રતની પૂર્ણાહુતિ અને વિસર્જન સમયે ગામની સાત દીકરીઓ નું એક સાથે અવસાન થયું. મહત્વનું છે કે કર્માંનું વ્રત બહેન પોતાના ભાઈના આયુષ્ય માટે રાખતી હોય છે.

સવારથી તે ઉપવાસ રાખે છે અને સાંજે વ્રત પૂરું થયા પછી બહેનો વિસર્જન માટે પાણીના કુંડ કે નદી પાસે જતી હોય છે. આ વ્રત સાત બહેનોએ પણ રાખ્યું હતું. વ્રત પૂરું કરવા માટે સાંજે ખેતરમાં બનેલા કુંડ પાસે સાથે બહેનો ગઈ.

પરંતુ કર્માં પધરાવતી વખતે એક બહેન ડૂબવા લાગી. તેને બચાવવા છતાં એક પછી એક સાથે બહેનોના પગ લપસી જતા તેઓ કુંડમાં ડૂબી ગયા.

આ વાતની જાણ ગામમાં થતા આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું. સવારે જે જગ્યાએ વ્રતનું ઉત્સવ થઈ રહ્યો હતો સાંજે તે જ જગ્યાએથી સાત બહેનોની અર્થી ઊઠી. આ દ્રશ્ય જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું.

Leave a Comment