ભગવાન રામદેવપીર માં આસ્થા ધરાવતા લોકોની સંખ્યા લાખોમાં છે. દરેક ધર્મના લોકો રામદેવપીર ની પૂજા કરે છે. આપણા રાજ્યમાં પણ રામદેવપીરના અનેક મંદિરો આવેલા છે. રામદેવપીર ભગવાન વિશે કહેવાય છે કે તે દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે.
રામદેવપીર ભગવાન સામે મનોકામના વ્યક્ત કરવામાં આવે તો તે અચૂક પૂરી થાય છે. આજે તમને એક એવા અનોખા મંદિર વિશે જણાવીએ જે બાળકો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ મંદિર ધ્રાંગધ્રા માં આવેલું છે.
ધ્રાંગધ્રા ના ધોડીધાર ગામે આ મંદિર આવેલું છે. અહીં દર વર્ષે રામદેવપીર મહારાજના ઉત્સવની ઉજવણી થાય છે. આ ગામમાં બાળકોએ રમત રમતમાં રામદેવપીર બાપા નું મંદિર બનાવ્યું છે. અહીં બાળકોની મંડળી પ્રોગ્રામ કરતી અને તેમાંથી જે ફાળો એકત્ર થતો તે ફાડા માંથી ગામમાં રામદેવપીરનું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે.
આ મંદિર ફક્ત આ ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામોમાં પણ પ્રખ્યાત. આ મંદિર વિશે કહેવાય છે કે બાળકોએ તે બંધાવ્યું છે. અહીં દર વર્ષે બીજ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે ભક્તોનું માનવું છે કે અહીં રામદેવપીર ભગવાન સાક્ષાત બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.