વર્તમાન સમયમાં યુવક હોય કે યુવતી તેમને ખેતી અને પશુપાલનમાં રુચિ રહી નથી. આજકાલ યુવાનો વિદેશમાં જઈને સેટલ થવાની રેસમાં દોડતા રહે છે. તેવામાં ગુજરાતના એક યુવાને ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. કૃષિ ક્ષેત્રમાં આવેલી ક્રાંતિ અને ટેકનોલોજીના ઉપયોગથી આ યુવા ખેડૂત નવા નવા પ્રયોગો કરીને ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે.
બનાસકાંઠા જિલ્લાના ભોયણ ગામમાં એક ખેડૂત દર વર્ષે ખેતીના માધ્યમથી લાખો રૂપિયાનો નફો કમાય છે. આ પ્રગતિશીલ ખેડૂતનું નામ હિતેશભાઈ પ્રજાપતિ છે તેને માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે પરંતુ ખેતીમાં તેઓ અવનવા પ્રયોગ કરીને માત્ર સાત વીઘા ની જમીનમાં ખેતી કરીને વર્ષે 18 લાખથી વધુની કમાણી કરે છે. તેમણે આ પદ્ધતિથી ખેતીની શરૂઆત વર્ષ 2019 માં કરી હતી.
હિતેશભાઈ પ્રજાપતિ પોતાના ખેતરમાં જીરાનીયમ ની ખેતી કરે છે. આ એક એવી વસ્તુ છે જેના ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે અને આ તેલની વિદેશમાં ખૂબ જ માંગ હોય છે. આ અંગે પૂરતી જાણકારી મેળવીને તેમણે સાત વિઘા ના ખેતરમાં જીરેનિયમ વાવવાની શરૂઆત કરી. ખેતીમાંથી જે આવક થઈ તેમાંથી તેને 12 લાખનો ખર્ચો કરીને જીરેનિયમની વાવણી અને તેના ફૂલમાંથી તેલ કાઢવાનો પ્લાન્ટ પણ વસાવી લીધો.
આ તેલની વિદેશમાં ખૂબ જ ડિમાન્ડ છે તેમાંથી અત્તર સાબુ જેવી વસ્તુઓ બને છે અને આ તેલનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. આ તેલનો લિટરનો ભાવ લગભગ ૧૨ થી ૧૪ હજાર રૂપિયા હોય છે. આ વસ્તુની ખેતી કરીને બનાસકાંઠાના ખેડૂતે પોતાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ચમકાવ્યું છે.