આ તે કેવી કરુણતા !!! માતાના મૃતદેહને બે ભાઈઓ બાઈક પર લઈને પહોંચ્યા સ્મશાન, ઘટના પાછળનું સત્ય જાણીને તમારી આંખમાં પણ આવી જશે આંસુ

સમાજમાં ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને જોઈને એક વખત વિચાર આવે કે શું લોકોમાં માનવતા મરી પરવારી છે ? ઘણા કિસ્સામાં તો એવું પણ લાગે કે લોકો જાણે ક્રૂર બની ગયા છે. કોઈ વ્યક્તિની તકલીફમાં તેની મદદ એ પણ લોકો આવતા નથી. આવી જ એક લાચારીની ઘટના તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી સામે આવી હતી.

અહીં એક મહિલાની તબિયત બગડતા તેના બંને દીકરાઓ પોતાની માતાને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ મહિલાનું મોત થયું. માતાનું મોત થયું છે તે વાત જાણીને સંતાનો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.

જેમ તેમ કરીને બંને સંતાનોએ પોતાની જાતને સંભાળી અને માતાને ઘરે લઈ જવા માટેની તૈયારી શરૂ કરી. તે દરમિયાન તેમણે હોસ્પિટલ તંત્રને અરજી કરી કે તેમની માતાના મૃતદેહને લઈ જવા માટે તેમને એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી આપે. કલાકો ની રાહ જોયા પછી પણ બંને દીકરાઓને એમ્બ્યુલન્સ ફાળવવામાં ન આવી.

હોસ્પિટલમાં પૂછવામાં આવ્યું તો કારણ કહેવામાં આવ્યું કે તેમનું ઘર 80 km દૂર છે. ત્યારબાદ બંને દીકરાઓએ ખાનગી વાહનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. પરંતુ કોઈ પણ ખાનગી વાહન ધારો કે આર્થિક રીતે નબળા બંને દીકરાઓની મદદ ન કરી.

ત્યાર પછી બંને દીકરાઓએ બાઈક પર જ પોતાની માતાના મૃતદેહને લઈ જવાનું નક્કી કર્યું. બંને ભાઈઓએ એક લાકડું શોધ્યું અને તેના ઉપર માતાનો મૃતદેહ રાખ્યો અને આ પાટિયાને બંને ભાઈઓએ પોતાની વચ્ચે રાખીને માતાના મૃતદેહને ઘરે લઈ ગયા.

આ સમગ્ર ઘટનાનું એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના પર લોકો અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Comment