આ મંદિરમાં બિરાજતા મહાદેવના દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય છે પુરી

મહાદેવને દેવોના દેવ કહેવાય છે. મહાદેવના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિના જીવનની ચિંતાઓ દૂર થઈ જાય છે. મહાદેવના અનેક મંદિરો દેશભરમાં આવેલા છે. આજે તમને ભરૂચમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મહિમા વિશે જણાવીએ.

ભરૂચમાં લોકોની મનોકામના પૂરી કરતાં સિધેશ્વર મહાદેવ બિરાજે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને 18 વર્ષ થઈ ગયા છે. 18 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બરે મહાપ્રસાદીનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું કારણ કે મંદિરની સ્થાપના ને 18 વર્ષ પૂર્ણ થયા.

ધાર્મિક કાર્યક્રમોમાં બપોરે બે કલાકથી રુદ્ર અભિષેક થયો અને સાંજે 4:30 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું. આ દિવસે સવારે પાંચ કલાકે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ધ્વજારોહણ થયું અને સાંજે છ વાગે મહા આરતી પણ થઈ. આ દિવસે બપોરે અને રાત્રે ભજન સત્સંગ તેમજ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના મયુર પાર્કમાં સિધેશ્વર મહાદેવની સ્થાપના જાહેર જનતાના સહકારથી કરવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી મંદિરના સ્થાપના દિવસે અહીં ભંડારો રાખવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે પણ અહીં ભવ્ય કાર્યક્રમ થાય છે.

સ્થાનિકોનું માનવું છે કે આ મહાદેવ ખરેખર સિધ્ધેશ્વર છે. આ મંદિરે દર્શન કરીને ભક્તો જે પણ મનોકામના વ્યક્ત કરે છે તેને મહાદેવ સિદ્ધ કરી દે છે.

Leave a Comment